સુરત :સુમુલ ડેરીએ દૂધના ભાવમાં સમયાંતરે ભાવ વધારો કરવાનું નક્કી કર્યું હોય તેમ હાલમાં પાછલા બારણે કહી શકાય..! તાજા અને સુમુલ ગાયના દૂધના ભાવમાં (Sumul Dairy Price of Milk) પ્રતિ લીટર બે રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સુમુલ ગાયનું દૂધ પહેલા 48 રૂપિયા લિટર હતું જે હવે 50 થયું છે. જ્યારે તાજા દૂધ 46ના સ્થાને હવે 48 રૂપિયાના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે. અને નજીકના દિવસોમાં જ સુમુલ દ્વારા ગોલ્ડ શક્તિ દૂધમાં પણ વેચાણ વધારી દેવામાં આવે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો :CM ચન્નીએ પોતાના કાફલાને રોકીને બકરીનું દૂધ કાઢ્યું, વીડિયો થયો વાયરલ
પડ્યા પર પાટુ પડવા જેવી સ્થિતિ -ઉલ્લેખનીય છે કે સુમુલ ડેરીમાં ગોલ્ડ (Price of Sumul Gold Milk) અને શક્તિ દૂધનું વેચાણ સૌથી વધુ છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી ગાયનું દૂધ પણ પ્રમાણમાં વધુ વેચાણ થાય છે. જ્યારે તાજા (Price of Sumul TAAZA Milk) દૂધ મધ્યમ વર્ગના પરિવારો અને તેમના સંતાનો માટે સસ્તાનો પર્યાય બન્યું હતું. તેમાં પણ આ સુમુલ ડેરીએ બે રૂપિયા પ્રતિ લીટર સુધીનો ભાવ વધારો કરતા મધ્યમ વર્ગ માટે પડ્યા પર પાટુ પડવા જેવી સ્થિતિ ઉદ્ભવી છે.