ગુજરાત

gujarat

ETV Bharat / state

ચાની ચૂંસકી થઇ મોંઘીઃ સુમુલ ડેરીએ પ્રોડક્ટ ગોલ્ડ અને તાજામાં પ્રતિલીટર રૂપિયા 2નો વધારો કર્યો - Sumul Dairy increased product gold and Taja by Rs 2 per liter

સુરત: ડુંગળી અને શાકભાજીની કિંમત બાદ હવે હવે દૂધના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીના માર વચ્ચે હવે લોકોને સુમુલના દૂધ માટે પણ વધારાની કિંમત ચૂકવવી પડશે. સુમુલ ડેરીએ પોતાના પ્રોડક્ટ ગોલ્ડ અને તાજા માં પ્રતિલીટર રૂપિયા 2નો વધારો કર્યો છે.

Sumul Dairy
Sumul Dairy

By

Published : Dec 10, 2019, 12:18 PM IST

આવતીકાલથી શહેરીજનો માટે ચાની ચૂસકી મોંઘી પડી જશે. કારણ કે સાઉથ ગુજરાતની મોટી ડેરી કંપની સુમુલ ડેરીએ સુમુલ ગોલ્ડ અને તાજા દૂધમાં પ્રતિલીટર બે રૂપિયાનો ભાવ વધાર્યો છે. હાલ સામાન્ય વર્ગ માટે પડયા પર પાટું સમાન સ્થિતી છે. ત્યારે સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ઘાસચારાણી અછત અને દૂધની તંગીના પગલે ભાવ વધારાનો નિર્ણય લેવાયો છે.

સુમુલ ડેરીએ પોતાના પ્રોડક્ટ ગોલ્ડ અને તાજામાં પ્રતિલીટર રૂપિયા 2નો વધારો કર્યો

અમુલ ગોલ્ડ પાસસ્ચ્યુરાઈઝ્ડ ફૂલ ક્રીમ દૂધ 500 મી.લી. 29 રૂપિયા તો અમુલ ગોલ્ડ 6 લીટર 336 રૂપિયા જ્યારે અમુલ શક્તિ પાસ્ચ્યુરાઈઝ્ડ સ્ટાન્ડરડાઈઝ દૂધ 500 મી.લી. 26 રૂપિયા 50 પૈસાનો ભાવ થયો છે. અમુલ તાજા પાસ્ચ્યુરાઈઝ્ડ ટોન્ડ દૂધ - 500 મી.લી. 22 રૂપિયાનો વધારો કરાયો છે. જો કે સુમુલ ગાયના દૂધમાં વધારો નહિવત છે. સુમુલ ડેરી પ્રમાણે કમોસમી વરસાદને કારણે દૂધના ઉત્પાદનમાં 12 ટકાનો ઘટાડો પણ થયો છે.

ABOUT THE AUTHOR

...view details