ગુજરાત

gujarat

ETV Bharat / state

Sumul Dairy Anand: સુરત અને તાપી જિલ્લા ખાતે બ્રાઝિલની વધુ દૂધ આપતી ગાય પેદા કરાશે - Pilot project

સામાન્ય પશુમાંથી ઉચ્ચ ઉત્પાદન ગુણવત્તા ધરાવતા પશુ પેદા કરવાની પધ્ધતિ એટલે એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજી (Embryo transfer technology). આ ટેકનોલોજીનો સુમુલ ડેરી (Sumul Dairy Anand) દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. એટલે કે હવે સુરત અને તાપી જિલ્લામાં જ સુમુલ ગીર જેવી બ્રાઝિલની વધુ દૂધ આપતી ગાય પેદા કરશે.

Sumul Dairy Anand: સુરત અને તાપી જિલ્લા ખાતે  બ્રાઝિલની વધુ દૂધ આપતી ગાય પેદા કરાશે
Sumul Dairy Anand: સુરત અને તાપી જિલ્લા ખાતે બ્રાઝિલની વધુ દૂધ આપતી ગાય પેદા કરાશે

By

Published : Dec 28, 2021, 8:01 PM IST

સુરતઃ સામાન્ય પશુમાંથી ઉચ્ચ ઉત્પાદન ગુણવત્તા ધરાવતા પશુ પેદા કરવાની પધ્ધતિ એટલે એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજી (Embryo transfer technology). આ ટેકનોલોજીનો સુમુલ ડેરી (Sumul Dairy Anand) દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. એટલે કે હવે સુરત અને તાપી જિલ્લામાં જ સુમુલ ગીર જેવી બ્રાઝિલની વધુ દૂધ આપતી ગાય પેદા કરશે.

Sumul Dairy Anand: સુરત અને તાપી જિલ્લા ખાતે બ્રાઝિલની વધુ દૂધ આપતી ગાય પેદા કરાશે

સુમુલ ડેરી દ્વારા કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ફાર્મ અને ભાનાવાડી ફાર્મ ખાતે શરૂ કરાશે

ગોકુળ મિશન અંતર્ગત એનડીડીબીનાં સહયોગથી એક્ષલરેટેડ બ્રીડ ઇમ્મુવમેન્ટ પ્રોગ્રામ (Accelerated Breed Immunization Program) એટલે કે ઝડપી પશુ ઓલાદ સુધારણા કાર્યક્રમ અમલમાં લાવી એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજીનો પાઇલોટ પ્રોજેકટ (Pilot project) સુમુલ ડેરીના ચેરમેન (Chairman of Sumul Dairy) માનસિંહ પટેલના હસ્તે નિયામક મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વાંસકૂઇ ફાર્મ અને ભાનાવાડી ફાર્મ ખાતે શરૂ કરવામાં આવ્યો છે .

સરોગેટ મધરમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે

સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ ડેલાડએ જણાવ્યું હતું કે, આ નવી ટેકનોલોજીથી જનિનીક ગુણ અને દૂધ ઉત્પાદક્તાવાળા ડોનર પશુમાંથી બીજ એકત્રિત કરી સિદ્ધ થયેલા આખલાના બીજ દ્વારા તેનું ક્લીનીકરણ કરી રેસીપીયન્ટ પશુ એટલે કે સરોગેટ મધરમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. કોઇપણ સામાન્ય ગાયમાંથી બ્રાઝીલની ગાય જેવા પશુ પેદા કરી શકાશે અને સામાન્ય ભેંસમાંથી પણ ઉચ્ચ ઉત્પાદકતા વાળી ભેંસ પેદા કરી શકાશે.

આ પણ વાંચો:

સુરત અને તાપી જિલ્લાની સહકારી મંડળીઓ રૂપિયા ત્રણ કરોડ PM અને CM કેર ફંડમાં આપશે

સુરત: સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખના સત્તાવાર નામ જાહેર કરાયા

ABOUT THE AUTHOR

...view details