ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: ગુજરાત ATS ની પૂછપરછમાં મોટો ખુલાસો, આઈએસકેપીના હેડક્વાર્ટર જવાની ફિરાકમાં હતી સુમેરાબાનુ - plans were made to evacuate ISKP headquarters

આતંકી પ્રવૃતિઓ સાથે સંકળાયેલી સુમેરબાનુંની પૂછપરછ એવી માહિતી સામે આવી છે જેનાથી ગુજરાત ATS પણ ચોકી ગઈ છે. સુમેરાના પ્લાન પ્રમાણે તે ટૂંક સમયમાં તેના બંને બાળકોને લઈને આઇએસકેપીના હેડ ક્વાર્ટર જવાની હતી. હાલ પૂછપરછ ચાલુ છે ત્યારે હજુ પણ મોટા ખુલાસા થઇ શકે છે.

sumerbanu-plans-were-made-to-evacuate-iskp-headquarters-gujarat-ats-interrogation
sumerbanu-plans-were-made-to-evacuate-iskp-headquarters-gujarat-ats-interrogation

By

Published : Jun 17, 2023, 8:32 PM IST

ગુજરાત ATS ની પૂછપરછમાં મોટો ખુલાસો

સુરત:આતંકી પ્રવુતિઓ સાથે સંકળાયેલી સુમેરાને ગુજરાત ATS ની ટીમ તપાસ માટે સુરત લઈ આવી હતી. સૈયદપુરા ખાતે આવેલા સુમેરાના ઘરે તેને લઈ જવામાં આવ્યા હતા અને આશરે 40 મિનિટ સુધી તેની પૂછપરછ હાથ ધરાઈ હતી. તેના પિતા અને માતાની પણ પૂછપરછ ગુજરાત ATS ની ટીમે કરી હતી. ATS સમક્ષ સુમેરાએ ખુલાસો કર્યો હતો કે તેને પોતાના બંને બાળકો સાથે તે હિજરત કરવાની હતી અને આ માટે તેને તમામ પ્લાન પણ બનાવી લીધા હતા.

આઇએસકેપીના હેડ ક્વાર્ટર જવાની યોજના:સુમેરા સાથે તેના પિતા હનીફ મલેક અને માતાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સુમેરાના પિતા રીટાયર્ડ પોસ્ટ કર્મચારી છે. ATS એ સુમેરાના પાસપોર્ટ પણ જપ્ત કરી લીધા છે. એટીએસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુમેરા આઇએસકેપીના હેડ ક્વાર્ટર અફઘાનિસ્તાન જવાની હતી. તેને યોજના બનાવી હતી કે તે પોતાના બંને બાળકો સાથે દરિયા માર્ગે પોરબંદરથી અફઘાનિસ્તાન જશે.

ચેટથી ATS પણ ચોકી ઉઠી: આઈએસકેપી સંગઠન સાથે જોડાયેલી સુરતની સુમેરાની ધરપકડ ગુજરાત ATS એ તેના ઘરેથી કરી હતી. સુમેરા પાસેથી ચાર મોબાઈલ મળી આવ્યા હતા જેની અંદર તેના ટેલિગ્રામમાં મળેલા ચેટથી ATS પણ ચોકી ઉઠી હતી. ટેલિગ્રામ પર તે અને એક સંગઠન સાથે જોડાયેલી હતી જેહાદ અને ખાસ અફઘાનિસ્તાનમાં સ્થાપિત આઈએસકેપી સંગઠન સાથે જોડાયેલ છે.

સંવેદનશીલ સાહિત્ય મળી આવ્યું: એટીએસએ એ તેના ચારેય મોબાઈલને એફએસએલ માટે મોકલી આપ્યા છે. ધોરણ 12 સુધી ભણનાર સુમેરા સોશિયલ મીડિયાના માધ્યમથી આઇએસકેપી સંગઠન સાથે જોડાયેલી હતી તેના મોબાઇલમાં અનેક સંવેદનશીલ આઇએસકેપી સાથે સંકળાયેલા સાહિત્ય પણ મળી આવ્યા છે. એ સિવાય અન્ય પણ અનેક શંકાસ્પદ ગતિવિધિઓમાં સંકળાયેલી હતી.

  1. Gujarat ATS: એટીએસએ સુમેરાની છ કલાક પૂછપરછ કરી અને બિલ્ડિંગના ડીવીઆર પણ લઈ ગયા
  2. Gujarat ATS: આતંકવાદી સંગઠન ISKP સાથે સંપર્ક ધરાવતી મહિલા ઝડપાઈ

ABOUT THE AUTHOR

...view details