સુરતમાં રત્નકલાકારે આર્થિક સંકડામણને કારણે કર્યો આપઘાત - gujarati news
સુરત: હીરા બજારમાં મંદીના મંડાણ વચ્ચે વધુ એક રત્નકલાકારે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારે એપાર્ટમેન્ટના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું છે. જેના પગલે પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
છેલ્લા આઠ માસથી બેકાર અને આર્થિક સંકડામણ અનુભવી રહેલા રત્ન- કલાકારે આ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. જેના કારણે તેણે અંતિમ પગલું ભર્યું હોવાની પણ હાલ ચર્ચા છે. આ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી રત્નકલાકારના આપઘાત મામલે તપાસ હાથ ધરી છે..ત્રણ દિવસમાં રત્નકલાકાર દ્વારા આર્થિક સનકડામન ના કારણે આપઘાતની બીજી ઘટના છે.
કતારગામ વિસ્તારમાં આવેલા રામજીનગર સોસાયટીના એપાર્ટમેન્ટના પાંચમા માળે પરથી ગૌરવ ગજ્જર નામના રત્નકલાકારે આજ રોજ આપધાત કર્યો હતો. આ ઘટના બનતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. કતારગામ વિસ્તારમાં રત્નકલાકારના આપઘાતના પગલે લોકોમાં પણ ભારે ચર્ચા છે. મળતી માહિતી અનુસાર કતારગામના રામજીનગર વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા ગૌરવભાઈ ગજ્જરને સંતાનમાં ત્રણ પુત્રી છે.
ગૌરવભાઈ છેલ્લા આઠ માસથી બેકાર હતા અને ઘરે જ જીવન પસાર કરી રહ્યા હતા. ગૌરવભાઈ અગાઉ રત્નકલાકાર તરીકેનું કામ કરતા હતા. પરંતુ બાદમાં મંદીના કારણે તેમનું કામ છૂટી ગયું હતું. જ્યાં છેલ્લા આઠ માસથી ગૌરવભાઈ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા. અથાગ પ્રયાસ કરવા છતાં તેમણે ડાયમંડ કંપનીમાં ફરી કામ મળતું ન હતું. જેથી નાસીપાસ થયેલા ગૌરવભાઈએ આજ રોજ જીવનનો અંત આણવાનો નક્કી કરી અને એપાર્ટમેન્ટના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. અનેે તેનું ઘટના સ્થળે પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને કતારગામ પોલીસે સ્થળ પર પહોચી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ માસથી હીરા બજારમાં રત્ન- કલાકારોને છુટા કરી દેવામાં આવ્યા હોવાની અસંખ્ય ફરિયાદો સંઘને મળી છે. જે પ્રમાણે રત્નકલાકાર સંઘને હમણાં સુધી ફરિયાદો મળી છે, ત્યાર સુધીમાં 1100થી વધુ રત્નકલાકારોને મંદીના કારણે છુટા કરી દેવાયા હોવાની માહિતી છે.