સુરતઃશહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા કેવલ (Surat Dindoli area)આવાસમાં રહેતી 27 વર્ષીય ચાંદની સંતોષકુમાર મોરિયાએ ગતરોજ સાંજે પોતાના ત્રણ મહિનાના બાળકને સુવડાવી પોતાના રૂમમાં જઈ કોઈ કારણોસર પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા (Suicide In Surat) કરી છે. આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસઘટનાસ્થળે પહોંચી આત્મહત્યાનો ગુનો નોંધી આગળની (Surat Dindoli Police)તપાસ હાથ ધરી હતી.
ડિંડોલી વિસ્તારમાં મહિલાની આત્મહત્યા -આ મામલે મૃતક ચાંદનીના દિયર સંજય મોરિયા જણાવ્યું કે ગતરોજ સાંજે હું જોબ પરથી આવ્યો ત્યારે ઘરની જાળી અંદરથી બંધ હતી અને અંદર જોરજોરથી બાબુનો રડવાનો અવાજ આવતો હતો. મેં બુમ પાડી. પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. અંતે મારા પાડોશીઓને બોલાવીને જાળી તોડી અંદર ગયો ત્યારે ભાભી રૂમમાં લટકતા હતાં અને બીજા રૂમમાં બાબુ રડી રહ્યો હતો. બાદમાં 108ની પણ જાણ કરવામાં આવી હતી. અમે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા અહીં ફરજ પરના ડોક્ટરે ભાભીને મૃત જાહેર કર્યા હતાં.