સુરત:શહેરના જહાંગીરપુરા વિસ્તારના વરિયાવ ગામમાં પાલિકાના સફાઈ કર્મચારી ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતા ગતરોજ પોતાના ઘરે પરિવાર લગ્નમાં ગયા બાદ દિલીપ ગોહિલે ગળે ફાસો ખાઈ આપઘાત કરી (Sweeper suicide) લેતા ચકચાર મચી ગઈ હતી. જહાંગીરપુરા પોલીસે(Jahangirpura Police Station ) આગળની તપાસ હાથ ધરી છે.
આપઘાત કરી લેતા ચકચાર
જયેશ ગોહિલ (પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે સાલું નાનુભાઈ ગોહિલ (ઉ.વ. 46) 15 વર્ષથી પાલિકામાં કાયમી સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો. ગુરુવારની સાંજે પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો. પરત ફરતા પત્ની ઉર્મિલાએ ઘરનો દરવાજો ખોલતા દિલીપ લટકતી હાલતમાં (Suicide case in Surat ) જોઈ બુમાબુમ કરી હતી. અમે તાત્કાલિક તેને 108 માં સિવિલ લઈને આવ્યા અહીં ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાબતે જહાંગીરપુરા પોલીસને જાણ કરવામાં હતી.