સુરત: સુરત શહેરના એક વેપારીએ આત્મહત્યા (Suicide Case Surat) કરી લીધી છે. જેની પાછળ મુંબઈના વેપારી ગૌતમ ચૌહાણને લીધે આ પગલું ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલાની જાણ પોલીસને થતા જ ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી (Surat police suicide investigation) ગયો હતો. પોલીસ ટીમે કાયદેસરના પગલાં લેવાના શરૂ કરી દીધા હતા. પોલીસને આ તપાસમાં સુસાઇડ નોટ પણ મળી આવી હતી. 32 વર્ષીય અચાનક આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો:સુરત રેલવે ટ્રેક પર મૃતદેહ ફેકનાર આરોપીઓની ધરપકડ, પત્નીએ પ્રેમી સાથે મળીને કરી હત્યા
ગોદામમાં બની ઘટના:ગતરોજ પોતાના જ પ્લાસ્ટિકના ગોદામમાં આત્મહત્યા કરી હતી. જો કે ઘટનાની જાણ પોલીસ ને થતા જ ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગૌતમ નામનો વેપારી મુંબઈમાં 25 લાખ જેવી રકમ ન આપતાં હું ફસાઈ ગયો છું. એટલે હું આત્મહત્યા કરી રહ્યો છું. આ વાત તેમણે પોતાની સ્યુસાઈટ નોટમાં લખી હતી. હાલ ઉધના પોલીસે મૃતક હિરેનનો મોબાઇલ અને સુસાઇડ નોટના આધારે તપાસનો ધામધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો:સુરતની BHMS વિદ્યાર્થિનીની 'ગેમ ઓવર', એટીકેટીના ટેન્શનના કારણે કરી આત્મહત્યા
મુંબઈના વેપારી સામે ગુનો:પોલીસે આ મામલે મુંબઈના વેપારી ગૌતમ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉધના પોલીસે આ મામલે મૃતક હિરેનના ગોડાઉનના અન્ય એક કર્મચારીની પૂછપરછ કરી હતી. પોલીસને જાણવા મળ્યું કે, મુંબઈનો વેપારી ગૌતમને હિરેને 25 લાખ રૂપિયા આપ્યા હતા. તે પૈસા હિરેન જ્યારે પૈસા માંગતો હતો ત્યારે ગૌતમ તેની સાથે અપશબ્દ બોલી ધમકી આપતો હતો. જેને કારણે હિરેનભાઈ સતત માનસિક તળાવમાં રહેતા હતા. જોકે, બીજી કઈ હકીકત જોડાયેલી છે એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.