સુરતમાં અડાજણ વિસ્તારમાં રહેતા સંજયભાઈ નામના વ્યક્તિ સ્કૂલ વરદીનું કામ કરે છે. ગુરૂવારે તેઓ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં શાળાએ બાળકોને લેવા માટે ઘરેથી પોતાની સ્કૂલવેન લઈ CNG પંપ પર ગેસ ભરાવવા માટે નીકળ્યા હતા.
સુરતના અડાજણમાં સ્કૂલવેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી, મોટી દુર્ઘટના ટળી - School van on fire in Surat Adajan area
સુરત: અડાજણ વિસ્તારમાં રસ્તા પર ચાલતી સ્કૂલવેનમાં શોર્ટ-સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ સર્જાઈ હતી. વાહન ચાલકે સમય સુચકતા વાપરી વાનને તાત્કાલિક બાજુએ મૂકી ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરી હતી. ફાયરે વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. વાહન ચાલક શાળાએ બાળકોને લેવા માટે જાય તે પહેલા જ આગની ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી હતી.
etv bharat
જે દરમિયાન એલપી સવાણી રોડ પરથી પસાર થતી વેળાએ વેનમાં અચાનક શોર્ટ સર્કિટ થતા વાહન ચાલકે નીચે ઉતરી ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. ફાયર પહોંચે તે પહેલાં વેન સળગવા લાગી હતી. જેના કારણે આસપાસમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
જો કે, સદનસીબે વેનમાં શાળાના બાળકો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આગની ઘટનામાં વેનને બહુ મોટુ નુકશાન થયું હતું.
Last Updated : Nov 21, 2019, 10:55 PM IST