ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલી : મઢીમાં ચાર કાગડાના અચાનક મોતથી તંત્રમાં દોડધામ - news in surat

બારડોલીના મઢી ગામે ચાર કાગડાઓના મોતથી તંત્ર હરકતમાં આવી ગયું છે. બર્ડ ફ્લુની દહેશત વચ્ચે થયેલા મોતને કારણે પશુપાલન વિભાગે તાત્કાલિક નમૂના લઇ તપાસ માટે ભોપાલ લેબમાં મોકલી આપ્યા છે.

બારડોલી : મઢીમાં ચાર કાગડાના અચાનક મોતથી તંત્રમાં દોડધામ
બારડોલી : મઢીમાં ચાર કાગડાના અચાનક મોતથી તંત્રમાં દોડધામ

By

Published : Jan 7, 2021, 3:22 PM IST

Updated : Jan 7, 2021, 3:41 PM IST

  • રેલવે સ્ટેશન નજીક થયા ચાર કાગડાના ટપોટપ મોત
  • પશુપાલન વિભાગે નમૂના લઈ લેબમાં મોકલી આપ્યા
  • મોતનું કરણ સ્પષ્ટ થઈ શક્યું નથી

બારડોલી: કોરોનાની સાથે સાથે રાજયમાં બર્ડ ફ્લુની પણ દહેશત ફેલાયેલી છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામમાં એક સાથે ચાર કાગડાના ભેદી મોતને કારણે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પશુપાલન વિભાગ દ્વારા સ્થળ પર જઈ મૃત કાગડાઓના નમૂના લઈ ભોપાલની લેબમાં ચકાસણી માટે મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બારડોલી : મઢીમાં ચાર કાગડાના અચાનક મોતથી તંત્રમાં દોડધામ

કાગડાના ટપોટપ મોતથી ગ્રામજનોમાં દહેશત

દેશના કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા છે. ખાસ કરીને હિમાચલ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળમાં બર્ડ ફલૂના કેસો સામે આવતા ગુજરાતમાં પણ તંત્ર એલર્ટ થઈ ગયું છે. બર્ડ ફ્લૂના વાવર વચ્ચે સુરત જિલ્લાના બારડોલીના મઢી ગામના રેલવે સ્ટેશન નજીક સામે ચાર કાગડાઓના ટપોટપ મોત થતા લોકોમાં દહેશત ફેલાઇ ગઈ હતી.

નમૂના ભોપાલની લેબમાં મોકલાયા

ઘટનાની જાણ થતાં જ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના તબીબોની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે મૃત કાગડાઓના નમૂના લઈ એર ટાઈટ પેકીંગ કરી ભોપાલ ખાતે આવેલી હાઈસિક્યુરિટી એનિમલ ડીસીઝ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જેની ચકાસણી બાદ કાગડાઓનું મોત કયા કારણોથી થયું છે તે અંગે જાણી શકાશે.

રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે

અચાનક કાગડાઓના મોતથી ગ્રામજનોમાં પણ દહેશત ફેલાઇ ગઈ છે. પશુપાલન વિભાગના તબીબોના જણાવ્યા અનુસાર હાલ મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. લેબમાંથી રિપોર્ટ આવ્યા બાદ જ કાગડાઓના મોતનું કઈ રીતે થયું તે સ્પષ્ટ થઈ શકશે.

Last Updated : Jan 7, 2021, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details