29 ઓક્ટોબરે સંતોષી મિશ્રાને ત્યાં બે માથાવાળી દીકરીને જન્મ થયો. જેને જોઈ પરીવારમાં ખુશીની વર્ષા થવાને બદલે ચિંતાના વાદળ ઘેરાયા. બાળકીની ચિંતા સતાવવા લાગી, અને તેના માતા-પિતા ઓપરેશન માટે વિવિધ હૉસ્પિટલની મુલાકાત લેવા લાગ્યાં. તે દરમિયાન કોઈએ તેમને લખનઉ સિવિલ હૉસ્પિટલમાં જવા કહ્યું. પણ ત્યાં ડૉક્ટરોએ બાળકીનું ઓપરેશન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. પરંતુ પરિવારે હાર ન માની અને ગમે તે રીતે બાળકીનું ઓપરેશન કરાવવાનું નક્કી કર્યુ.
સુરત સિવિલ હોસ્પિટલના ડૉકટરો બાળકી માટે બન્યા ભગવાન ! - criticle opration
સુરતઃ કહેવાય છે કે, જ્યારે માનવ શરીરના ઘડામણમાં માટી વધુ મૂકાય ત્યારે માણસ વધારાના અંગ સાથે જન્મે છે. જેની સાથે જીવવામાં મનુષ્યને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે ભગવાની ખામીને ભરવા માટે લોકો ડૉક્ટર રૂપી ભગવાન પાસે જાય છે. સુરતમાં પણ આવી જ એક ઘટના બની. જેમાં સુરતના સિવિલ સર્જન ઉત્તર પ્રેદશમાં બે માથા સાથે જન્મેલી બાળકી માટે ભગવાન રૂપ સાબિત થયા.
ઓપરેશન માટે મિશ્રા પરીવારે સંબંધીઓ પાસેથી મદદ લેવાની શરૂ કરી. તે દરમિયાન સુરતમાં રહેતાં પ્રતાપ મિશ્રાને બાળકીની સ્થિતિ વિશે વાત કરી.ત્યારે તેમણે બાળકીને લઈ સુરત આવવા કહ્યું, અને તેઓ બાળકી લઈ સુરત આવ્યાં.
5મી ઓક્ટોબરે સુરત સિવિલ હૉસ્પિટલના સર્જન ડૉ જીગરની સલાહ લીધી. જેમાં ડૉક્ટરે ઓપરેશનમાં 5 ટકા જોખમ હોવાનું જણાવ્યુ. ત્યારબાદ પરિવારે બાળકીનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધો, અને બે માથાવાળી બાળકીની સફળ સર્જરી કરી. 6 કલાકની સર્જરીનું પરિણામ એક ઘરને નવા ચિરાગ સ્વરૂપે મળ્યું અને ડૉક્ટરે પૈસાથી વધુ પરિવારની ખુશીઓને પ્રાધાન્ય આપ્યુ. બાળકીને જીવતદાન મળતાં પરિવારમાં હરખનો પાર રહ્યો નથી.