- સુરતમાં સિવિલમાં 44 પૉઝિટિવ મહિલાઓની ડિલિવરી કરવામાં આવી
- માતા અને બાળકો સ્વસ્થ્ય છે
- બાળકને ડેરીમાં મળતુ પાશ્યુરાઇઝ દૂધ આપી શકાય
સુરત: દુનિયા સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળક વચ્ચેનો માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ એક ખાસ દિવસની જરૂર નથી પરંતુ, વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવણી કરવામાં આવે છે. તા.9મી મે એટલે સમગ્ર વિશ્વમાં માતૃદિન એટલે કે મધર્સ ડે તરીકે ઉજવાય છે.
કોઇ પણ નવજાત નથી આવ્યું કોરોના પૉઝિટિવ
સુરતની નવી સિવિલ હોસ્પિટલના પ્રસૃતિ વિભાગના એ.ડી.પ્રૉફેસર ડો.અંજની શ્રીવાસ્તવે જણાવ્યું કે, "કોરોનાની બીજી લહેરમાં માર્ચ અને એપ્રિલ મહિના અને હાલ સુધીમાં 600 જેટલી સગર્ભા મહિલાઓની ડિલિવરી કરી સરાહનીય કામગીરી કરી છે. જે પૈકી 44 પૉઝિટિવ મહિલાઓની ડિલિવરી કરવામાં આવી હતી. જન્મ થયેલા બાળકો પૈકી કોઈ બાળક પૉઝિટિવ આવ્યું નથી પરંતુ ખાનગી હોસ્પિટલમાંથી 3 જેટલા માતા અને બાળક પૉઝિટિવ આવ્યા બાદ સિવિલમાં સારવાર માટે દાખલ થયા હતા. જે પૈકી બે બાળકો સ્વસ્થ થયા છે. જ્યારે એક બાળક ખેંચ, મગજનો સોજો જેવી જન્મજાત બિમારીના કારણે મૃત્યુ થયુ હતું."
વધુ વાંચો:“માઁ”થી પણ સુંદર “માઁ”નો પ્રેમ- થેલેસેમિયાગ્રસ્ત કિંજલબહેન અનેક માટે બન્યા પ્રેરણાનું પ્રતીક