ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime News : સુરત ક્રાઈમ બ્રાંચની સફળતા, 25 વર્ષ બાદ ઝડપાયો હત્યાનો આરોપી

કાનુન કે હાથ લંબે હોતે હૈ ! ફિલ્મના આ ડાયલોગને સુરત પોલીસે સાચો સાબિત કરી દીધો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને 25 વર્ષ બાદ આંધપ્રદેશથી ઝડપી પાડ્યો છે. આરોપીને હાથનો અંગુઠો કપાઈ ગયો હતો. બસ આ માહિતીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Surat Crime News
Surat Crime News

By

Published : Jul 19, 2023, 6:35 PM IST

સુરત ક્રાઈમ બ્રાંચની સફળતા

સુરત : 25 વર્ષ પહેલા હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપીને એમ હતું કે ૨૫ વર્ષ વીતી ગયા અને હવે પોલીસ તેને ક્યારેય પકડી શકશે નહી. પરંતુ સુરત પોલીસે તેની આ ધારણાને ખોટી પાડી દીધી છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે 25 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. હત્યાના આરોપીની ઉંમર હાલમાં ૫૫ વર્ષ છે .

25 વર્ષે થપ્પો : સુરત પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે, ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનાનો આરોપી આંધપ્રદેશ ખાતે ફરી રહ્યો છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે 55 વર્ષિય આરોપી હાથી કાલીયા ઉદય જૈનાને ઝડપી પાડ્યો હતો.

અમને માહિતી મળી હતી કે હત્યાનો આરોપી આંધ્રપ્રદેશ છુપાયેલો છે. આરોપીની ધરપકડ કરવી એટલી આસાન નહોતી. કારણ કે 25 વર્ષ વીતી ચુક્યા હતા અને આરોપીનો ફોટો અથવા અન્ય કોઈ માહિતી પોલીસ પાસે નહોતી. જોકે, તેના ડાબા હાથનો અંગુઠો કપાયેલો છે તે માહિતી પોલીસ પાસે હતી. આ માહિતીના આધારે પોલીસે હત્યારાને ઓળખી કાઢી તેને ઝડપી પાડ્યો હતો. હત્યા પૈસાની લેતી દેતી મામલે થઈ હતી.--લલિત વાઘડીયા (PI, સુરત ક્રાઈમ બ્રાન્ચ)

હત્યા કરી ફરાર : આરોપી 1999 ની સાલમાં સુરતમાં રહેતો હતો. તે સમયે પૈસાની લેતી દેતી બાબતે તેનો કબી પુનિયા સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને આરોપી કબી પુનિયાને ભરથાણા ગામની સીમમાં લઇ ગયો હતો. જ્યાં તેના મિત્ર દુર્ગો ગોડ સાથે મળીને કબી પુનિયાનું અસ્ત્રાથી ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી. એટલું જ નહી તેની લાશને નહેરમાં નાખીને આરોપી તેના વતન ઓરિસ્સા ભાગી ગયો હતો. જોકે, ત્યાં પણ પોલીસ શોધખોળ માટે આવતી હોવાથી તે આંધ્રપ્રદેશ રહેવા ચાલ્યો ગયો હતો. મળતી માહિતી મુજબ આરોપી આંધ્રપ્રદેશમા કડીયાકામ કરતો હતો.

  1. Surat Crime News : પુષ્પા સ્ટાઈલમાં એમ્બ્યુલન્સમાં દર્દી નહી દારૂ કર્યો ટ્રાન્સફર
  2. Surat Crime : માંગરોળમાં પ્રાથમિક શાળાના રૂમમાં સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી

ABOUT THE AUTHOR

...view details