ગુજરાત

gujarat

ETV Bharat / state

23મીએ બારડોલીના હરિપુરામાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવાશે

આગામી 23મી જાન્યુઆરીના રોજ બારડોલી તાલુકાના હરિપુરા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઉજવણી થશે. જે અંગે રાજયના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે પત્રકારો સાથે વાતચીત કરી હતી.

By

Published : Jan 22, 2021, 9:30 AM IST

23મીએ બારડોલીના હરિપુરામાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવાશે
23મીએ બારડોલીના હરિપુરામાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવાશે

  • ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાઈ પત્રકાર પરિષદ
  • સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવાશે
  • આ કાર્યક્રમમાં કોરોનાના નિયમોનું થશે પાલન

સુરત : આગામી 23મી જાન્યુઆરીના રોજ સભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં હરિપુરા ખાતે પરાક્રમ દિવસની ઉજવણી થવાની છે. જેને અનુલક્ષીને બારડોલી સ્થિત સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. 2009માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંથી જ શરૂ કરી હતી. ઇગ્રામ વિશ્વ ગ્રામ યોજના પત્રકારો સાથે વાત કરતા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, વર્ષ 1938માં સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં હરિપુરા ખાતે કોંગ્રેસનું 51મુ અધિવેશન મળ્યું હતું. જેમાં નેતાજીને 51 બળદોના રથમાં બેસાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અધિવેશનની યાદમાં 2009ની સાલમાં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયના 18000 ગામોમાં ઇગ્રામ વિશ્વ ગ્રામ યોજનાની શરૂઆત કરાવી હતી.

23મીએ બારડોલીના હરિપુરામાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવાશે

મુખ્યપ્રધાનનું પણ 51 બળદોના રથ સાથે કરવામાં આવશે બહુમાન

આગામી 23મીએ રાજ્યના વર્તમાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ 51 બળદો સાથેના રથમાં બહુમાન કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાના નિયમોનું સંપૂર્ણ પાલન કરી અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટેની તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવમાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details