રત્ન કલાકારની અદભૂત કળા: ડાયમંડ પર ભારતનો નકશો અને પીએમ મોદીની આકૃતિ - Map of India on Diamond
સુરત: અહીંના રત્ન કલાકારની ડાયમંડ પર અનોખી કળા જોઈ તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. આ યુવકે રિઅલ ડાયમંડને ભારતના નકશાનો આકાર આપી તેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકૃતિ બનાવી છે. યુવાનની ઈચ્છા આ ખાસ ડાયમંડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગિફ્ટ કરવાની છે.
રત્ન કલાકારની અદભૂત કળા
સુરતના યુવક આકાશ સલીયાએ રિઅલ ડાયમંડને ભારત દેશના નકશાનું આબેહૂબ સ્વરૂપ આપીને અનોખી રીતે દેશભક્તિ રજૂ કરી છે. એટલું જ નહીં, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ડાયમંડની આકૃતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. પીએમ મોદીની આકૃતિ ડાયમંડ પર લેસર ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવી છે. યુવાનની ઈચ્છા 1.5 કેરેટના દેશભક્તિ વાળા આ ડાયમંડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને તેમને ગિફ્ટ આપવાની છે.