સુરતના રાંદેર સ્થિત પાલનપુર પાટિયા ખાતે આવેલી પ્રભાત-તારા હિન્દી વિદ્યાલયની માન્યતા રદ્દ થતાં આશરે 60 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્રો ઉભા થયા હતા. શાળાની માન્યતા રદ્દ થયાં હોવા છતાં સંચાલકોએ વિદ્યાર્થીઓને અંધારામાં રાખી શાળા કાર્યરત રાખી હતી. જોકે બાદમાં સુરત જિલ્લા શિક્ષણાધિકારીના આદેશ બાદ શાળા સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
સુરત: પ્રભાત-તારા વિદ્યાલયના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ જુલાઈમાં પરીક્ષા આપી શકશે
સુરત: હાલ વિદ્યાર્થીઓના ભાવિ તેમજ તેના સુરક્ષા સાથે ચેડા થતાં હોય તેવું લાગી રહ્યુ છે. ત્યારે પ્રભાત-તારા હિન્દી વિધાલય શાળાની માન્યતા રદ્દ થતાં 60 થી વધુ વિધાર્થીઓનું ભાવિ અધ્ધરતાલે થઈ ગયું હતું. જ્યાં આ વિવાદનો મુદ્દો સમગ્ર રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.આખરે સ્થાનિક ધારાસભ્ય અને અન્ય એક શાળાની મધ્યસ્થા બાદ હવે વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેને લઇને આગામી જુલાઈ માસમાં લેનારી ધોરણ દસ અને બારના 45 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જેના કારણે શાળા બંધ કરી દેવાતા ધોરણ દસ અને બારના 60 જેટલા વિદ્યાર્થીઓ માર્ચ માસમાં લેવામાં આવેલી બોર્ડની પરીક્ષાથી વંચિત રહ્યા હતા. સમગ્ર વિવાદ ઉભો થતાં રાજ્ય શિક્ષણ બોર્ડ સને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનું ભાવિ ના બગડે તેવા પ્રયાસ શરૂ કરાયા.
જ્યાં આખરે સ્થાનિક ધારાસભ્ય અને અને અન્ય એક ખાનગી શાળાની મધ્યથી બાદ કોર્ટમાં આ મામલે દાદ માંગવામાં આવી હતી. જ્યાં કોર્ટેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય અપાતા સોમવારના રોજ પ્રભાત-તારાના 45 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ દસ અને બારના ફોર્મ ભર્યા હતા. જેથી આગામી જુલાઈ માસમાં લેનારી બોર્ડની પરીક્ષામાં આ વિદ્યાર્થીઓ હવે પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થીઓમાં સોમવારના રોજ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યાં ખાનગી શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓનું મીઠાઈ વડે મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી.