સુરત : શહેરમાં કોરોના કેસો વધતાસુરત મહાનગરપાલિકા દ્વારા( Surat Municipal Corporation) શાળાઓમાં પાલિકા દ્વારા ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 24 કલાકમાં 15 વિદ્યાર્થીઓ પોઝિટિવ (Students in Surat are positive)આવ્યા હતા. શાળામાં એસઓપીનું પાલન પર પાલિકાની બાઝ નજર છે. નવેમ્બર થી આજદિન સુધીમાં 177થી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
શહેરમાં કોરોના કેસમાં વધારો
સુરતમાં શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને શાળાઓમાં વિદ્યાર્થીઓ પોઝીટીવ (Students in Surat are positive)આવી રહ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા (Surat Health Department)શાળાઓની અંદર ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યું છે. ધન્વતરી રથ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતના સ્ટાફનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કોરોના ફરી ટોપ ગીયરમાં હોય તેમ લાગી રહ્યું છે. ગુરૂવારે શહેરમાં 74 અને જિલ્લામાં 03 કેસ સાથે વધુ 77 કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 14,4,537 થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું.
બાળકોમાં કોરોનાના હળવા લક્ષણો
શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2,118 થયો છે. ગુરૂવારે જિલ્લામાંથી 06 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેરમાં 14,2,088 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 331 નોંધાઈ છે. ગુરુવારે આવેલા કેસોમાં 15 વિદ્યાર્થીઓ પોઝીટીવ થયા હતા, જેમાં શાળાની અંદર 10 અને કોલેજના 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓની અંદર ટેસ્ટીંગ સધન કરવામાં આવ્યું છે. જો કે બાળકોને હળવા લક્ષણ હોવાથી કેટલાક કિસ્સામાં પોઝીટીવ રીપોર્ટ બાદ પણ બાળકને કોરોનાના કોઈ ચિન્હ દેખાયા નથી.
દરેક સ્કુલોમાં ટેસ્ટીંગ વધારવામાં આવી રહ્યું છે
આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ પોઝીટીવ આવી રહ્યા છે. જેને લઈને સુરતની અંદર દરેક સ્કુલોમાં ટેસ્ટીંગ વધારવામાં આવી રહ્યું છે. ધન્વતરી રથ દ્વારા આરટીપીસીઆર અને રેપીડ ટેસ્ટ બંને કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સ્કુલોમાં એસઓપીનું પાલન થાય છે કે કેમ તે સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકોએ પણ તકેદારી રાખવી જરૂરી છે.
આ પણ વાંચોઃCM Road Show in Rajkot: કોરોનાના વધતા કેસ વચ્ચે રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શૉ યોજાઓ
આ પણ વાંચોઃTB Free Campaign: સાંસદ રંજન ભટ્ટ પ્રેરિત ટીબી મુક્ત અભિયાનનો યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે કરાવ્યો પ્રારંભ