ગુજરાત

gujarat

ETV Bharat / state

વેલેન્ટાઇન ડે પર્યાવરણ સાથે પ્રેમ કરી ઉજવવા વિદ્યાર્થીઓની અપીલ - Non-biodegradable

સુરત શહેરના ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓએ આ વેલેન્ટાઈન ડે પર્યાવરણ સાથે પ્રેમ કરી ઉજવણી કરવા લોકોને અપીલ કરી છે. IDT ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓએ ડુમ્મસ પોઈન્ટ ખાતે વેસ્ટેજ પ્લાસ્ટિકના મટિરિયલથી કપડાં બનાવી પહેરીને લોકોને પ્લાસ્ટિક મુક્ત સુરત બનાવવા અપીલ કરી હતી.

વેલેન્ટાઇન ડે પર્યાવરણ સાથે પ્રેમ કરી ઉજવવા વિદ્યાર્થીઓની અપીલ
વેલેન્ટાઇન ડે પર્યાવરણ સાથે પ્રેમ કરી ઉજવવા વિદ્યાર્થીઓની અપીલ

By

Published : Feb 13, 2021, 4:38 PM IST

  • બિન-બાયોડિગ્રેડેબલ કચરોનો ઉપયોગ કરી કપડાંની ડિઝાઇન તૈયાર કરાઈ
  • પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાન વિશે માહિતી અપાઈ
  • પ્લાસ્ટિક મુક્ત સુરત બનાવવા વિદ્યાર્થીઓએ કરી અપીલ

સુરતઃશહેરના ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓએ આ વેલેન્ટાઈન ડે પર્યાવરણ સાથે પ્રેમ કરી ઉજવણી કરવા લોકોને અપીલ કરી છે. આઈડિટી ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓએ ડુમ્મસ પોઈન્ટ ખાતે વેસ્ટેજ પ્લાસ્ટિકના મટિરિયલથી કપડાં બનાવી પહેરીને લોકોને પ્લાસ્ટિક મુક્ત સુરત બનાવવા અપીલ કરી હતી.

વેલેન્ટાઇન ડે પર્યાવરણ સાથે પ્રેમ કરી ઉજવવા વિદ્યાર્થીઓની અપીલ

પર્યાવરણ સાથે પ્રેમ કરવા વિદ્યાર્થીઓની અપીલ

સુરતમાં સ્વચ્છતા રાખવા, ગંદકી અટકાવવાનો પ્રયાસ સાથે IDT વિદ્યાર્થીઓએ બિન-બાયોડિગ્રેડેબલ કચરાનો ઉપયોગ કરીને ડિઝાઇન કરવામાં આવેલા કાપડ પહેરી આ વેલેન્ટાઇન ડે પર પર્યાવરણ સાથે પ્રેમ કરવા અપીલ કરી હતી. વિદ્યાર્થીઓએ લોકો સુધી પહોંચી પ્લાસ્ટિકથીપર્યાવરણને થતાં નુકસાન વિશે માહિતી આપી હતી. સુરતને પ્લાસ્ટિક મુક્ત બનાવી સ્વચ્છ રાખી નાગરિકોને સામાજિક જવાબદારીઓ સ્વીકારવા વિનંતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details