સુરત:શહેરના ગોડાદરા વિસ્તારમાં ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કૂલમાં ચાલુ વર્ગખંડમાં બેભાન થઇ જતા મોત થવાની ઘટના સામે આવી છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી ગીતાંજલિ સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી 13 વર્ષીય રિદ્ધિ જેઓ ધોરણ-8માં અભ્યાસ કરતી હતી. જે ગઈકાલે ચાલુ વર્ગખંડમાં બેભાન થઇ જતા બેચ નીચે પડી ગઈ હતી. આ જોતા જ વર્ગખંડની શિક્ષિકા તરત રિદ્ધિની ઉંચકીને બેસાડવાનો પ્રયત્ન કરે છે. સાથે અન્ય વિદ્યાર્થીઓને દોડી આવે છે. જોકે રિદ્ધિને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવે છે. ડોક્ટરે વિદ્યાર્થીને જોઈ તપાસી મૃત જાહેર કરતા સ્કૂલ સંચાલક દ્વારા તાત્કાલિક પરિવારને જાણ કરવામાં આવી હતી.
Surat News: સુરતમાં વિદ્યાર્થીનું ચાલુ વર્ગખંડમાં મોત, અચાનક જ બેંચ ઉપરથી ઢળી પડી
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કૂલમાં ચાલુ વર્ગખંડમાં બેભાન થઇ જતા મોત થવાની ઘટના સામે આવી છે. હાલ આ મામલે પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી છે.
Published : Sep 29, 2023, 9:34 AM IST
"આ ઘટના ગઈ કાલે બની હતી. જેમાં મૃતક રિદ્ધિ મેવાડ તેઓ અમારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલી ગીતાંજલિ સ્કૂલના ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. તેમની સાથે તેમની જોડિયા બહેન સિદ્ધિ પણ ધોરણ 8માં જ એક જ વર્ગખંડમાં અભ્યાસ કરે છે. એક નાનો ભાઈ પણ છે. તેઓ ગોડાદરા વિસ્તારમાં આવેલ સાંઈરામ સોસાયટીમાં રહે છે. તેમના પિતા મુકેશભાઈ મેવાડ જેઓ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ દલાલીનું કામ કરે છે. આ ઘટના સમય દરમિયાન બંને બહેનો સાથે જ હતા.અમે બોડીનો કબજો મેળવી સ્મીમેર હોસ્પિટલમાં પોસમોટમ માટે મોકલી આપ્યો છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે." --હરીસ ( ગોડાદરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ)
સીસીટીવીમાં કેદ:સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કૂલમાં ચાલુ વર્ગખંડમાં બેભાન થઇ જતા મોત થવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર ઘટના વર્ગખંડમાં લગાવામાં આવેલ સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છેકે, વર્ગખંડ શિક્ષિકા વિદ્યાર્થીનીઓને અભ્યાસ આપી રહ્યા છે. ત્યારે પહેલી જ બેંચ ઉપર બેસી રહેલી રિદ્ધિ અચાનક જ બેંચ ઉપરથી ઢળી પડે છે. આ જોતા વર્ગખંડ શિક્ષિકા તેમને ઉંચકી રહ્યા છે સાથે અન્ય વિદ્યાર્થીનીઓ પણ સાથે જોડાઈ જાય છે.