સુરતશહેરના વરાછા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર સોસાયટી વિભાગ 2માં CAનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘરમાં એસિડપીને (Drinking acid shortened life) આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે પછી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાની જાણકારી મળી રહી છે. જે અંગે વરાછા પોલીસે (Surat Varachha Police) વધુ તપાસ કરી રહી છે.
પરિવાર શોકમાંવરાછા વિસ્તારમાં (Varachha area in surat) આવેલ અશ્વિનીકુમાર રોડ ઉપર સૌરાષ્ટ્રસોસાયટી 2 માં રહેતી 17 વર્ષીય ક્રિતિકા રાજુ લાલુ જેઓ CA નો અભ્યાસ કરી રહી હતી. તેમણે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો કર્યો હતો. પરિવારે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્વીમેર હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં કૃતિકાનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે. આ મામલે વરાછા પોલીસે (Surat Varachha Police) વધુ તપાસ હાથ ધરી છે. કૃતિકાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.