સુરત: શહેરમાં પ્રેમસંબંધમાં કિશોરીના ભાઈ દ્વારા ચપ્પુના ઘા ઝીંકી ધોરણ 12ના રોહિતનું મર્ડર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીની હત્યાને પગલે પરિવાજનોએ શનિવારે સવારે નવી સિવિલના પીએમ રૂમની બહાર ધરણા પર બેસી રોહિતને ન્યાયની માગ કરી હતી અને અંતિમ સંસ્કાર પહેલાં રોહિતના મૃતદેહને લઈને કમિશનર કચેરીએ આવી પહોંચ્યા હતા.
સુરતમાં ધો.12ના વિદ્યાર્થીની હત્યા બાદ પરિવારજનો પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા - સુરત પોલીસ કમિશ્નર
સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીની પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાના વિષયમાં પરિવાર સહિત સમાજના લોકો સુરત પોલીસ કમિશ્નર કચેરીએ આવી પહોંચ્યા હતા. શહેરમાં હત્યામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવાની માગ સાથે મોટી સંખ્યામાં પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશ્નર કચેરી ખાતે આવેદન આપવા આવી પહોંચ્યા હતા. જો કે, કચેરીમાં તેઓ પ્રવેશ કરે એ પહેલા જ પોલીસે તમામને અટકાવ્યા હતા.
ધો.12ના વિદ્યાર્થીની હત્યા બાદ પરિવારના સભ્યો પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા
ઓરોપી મુકેશ પીંપળેને પાંડેસરા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી ઉધના પોલીસને સોંપ્યો હતો. જો કે, સોમવારના રોજ ફરી વખત રોહિતનો પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશ્નર કચેરીએ આવેદનપત્ર સાથે આવી પહોંચ્યા હતા. તેઓએ આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરી હતી. હત્યા બાદ પરિવાર ખૂબ જ રોષે ભરાયો છે, જેને પગલે ઘટનાના મુખ્ય આરોપીની પોલીસ ધરપકડ કરી ચુકી છે, જ્યારે હજુ બે આરોપીની ધરપકડ થઈ નથી.