ટ્રાન્સપોર્ટેશન ફીને લઇ વિદ્યાર્થીનીઓ તંત્ર પાસે કરી રહી છે ન્યાયની માગ... - justice
સુરત: વનિતા વિશ્રામ શાળાના ટ્રાન્સપોર્ટ ફીનો મુદ્દો ગરમાયો છે, ટ્રાન્સપોર્ટ ફીસ્ બે ગણી કરાતા વાલીઓ વાંરવાર રજૂઆત કરી કરીને થાકી ગયા છે, ત્યારે વાલીઓ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની બહાર ધરણા પર બેસી ગયા હતા. વિદ્યાથીનીઓ પણ હાથમાં બેનર લઈ આ મુદ્દે ન્યાય કરવા માગ કરી રહી હતી.
શાળા ટ્રાન્સપોર્ટ વાન હોય કે રીક્ષા તેઓ ઠુસી ઠુસીને બાળકોને લઈ જતા હોય છે, જેને લઈ સુરત પોલીસ અને RTO દ્વારા ડ્રિલ કરવામાં આવી રહી છે. જેમાં 6 થી વધુ વિદ્યાર્થીઓને શાળા ટ્રાન્સપોર્ટ વાહનમાં ન લઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી ચાલકો દ્વારા ટ્રાન્સપોર્ટેશન ફીમાં બે ગણો વધારા કરી દેવામાં આવ્યો છે. વાલીઓ આ અસહ્ય વધારા થી હેરાન થઈ ગયા છે. જેને પગલે વનિતા વિશ્રામ શાળાના વાલીઓ અને વિદ્યાર્થીનીઓ વિરોધ નોંધવા ધરણા કરી રહ્યા છે. જેમાં વાલીઓ મોટી સંખ્યામાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ બહાર પહોંચ્યા હતા અને ધરણા ઉપર ઉતરી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વાલીઓ આ સમસ્યાનો નિવેડો લાવવા માટે છેલ્લા 18 દિવસથી પોલીસ કમિશ્નર, શિક્ષણાધિકારી અને RTO સામે રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં આજદિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.