મૂળ અમરેલીના વતની અને સુરતમાં પુણા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય શ્રમજીવી વરાછા ખાતે હીરા ઘસવાની સરણને પોલીશ કરવાનું કામ કરે છે. જેમને મજૂરીમાંથી ત્રણ વર્ષથી બચાવેલા 8.70 લાખ પોતાના ઘરમાં તિજોરીના ખાનામાં તેની વિગતો સાથેની ચીઠ્ઠી લખીને રાખ્યા હતા. તે દરમિયાન ત્રણ દિવસ અગાઉ ધોરણ-10માં ભણતા તેમના એકના એક પુત્રની સ્કુલ બેગમાંથી તેમને મુકેલી પૈસાની વિગતો લખેલી ચિઠ્ઠી મળતા તેમણે તિજોરી ચેક કરતા ત્યાં પૈસા નહોતા.
વિદ્યાર્થીને સ્પામાં અન્ય યુવતી સાથે સંબંધ બાંધવો પડ્યો ભારે, મિત્રોએ આ રીતે કર્યો પરેશાન - પુણાગામ પોલીસ સ્ટેશન
સુરત: ડાયમન્ડ સીટી સુરત હાલ ક્રાઇમ સીટી તરીકે ઓળખાય રહ્યું છે, કારણ કે, દિવસે ને દિવસે શહેરમાં ક્રાઇમના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીને સ્પામાં લઇ ગયા બાદ શરીરસંબંધનો વીડિયો બનાવી તેના જ મિત્રોએ 8.70 લાખ પડાવી લીધા હતા. ધો-10માં ભણતા એકના એક પુત્રએ પિતાએ બચાવેલી પુંજીની ચોરી કરી ત્રણ મિત્રોના હવાલે કરવી પડી હતી. બાદમાં આખો મામલો બહાર આવતા પિતાએ પુણાગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ત્રણ યુવકોની ધરપકડ કરી હતી.
પુત્રને આ અંગે પુછતા તેણે કરેલા ઘટસ્ફોટથી તે સમસમી ગયા હતા. પુત્રએ કહયું કે, મારા ત્રણ મિત્રોએ પૈસા પડાવી લીધા છે. એક મિત્ર મારફત બે તરુણ સાથે પરિચય થયા બાદ તેઓ મોજશોખ માટે સ્પામાં જતા હતા, ત્યારે એક યુવતી સાથે શરીરસબંધ બાંધ્યો હતો. આ પળનો એક વીડિયો એક મિત્રએ મોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં વીડિયો પિતા-પરિવારને બતાવી વાયરલ કરવાની ધમકી આપીને બ્લેઇમેઇલ કરી પૈસા માંગવા લાગ્યા હતા. આથી તિજોરીમાંથી પૈસા ચોરી મિત્રોને આપી દીધા હતા.
આટલા પૈસા લીધા બાદ પણ એક મિત્રએ તે સ્કૂલે જતો હતો ત્યારે રસ્તામાં રોકી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પુત્રની કેફીયત બાદ શ્રમજીવી પિતાએ પુત્રના ત્રણેય મિત્રો વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા 20 વર્ષીય ધ્રુવ અધેરા અને બે સગા ભાઇઓ દેવ અને જય પરમારની ધરપકડ કરી હતી. ત્રણેય મિત્રો શ્રમજીવીના પુત્ર જેવા તરુણને ભોળવી પૈસા પડાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલમાં આ બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.