ગુજરાત

gujarat

ETV Bharat / state

Stray Dogs terror: સુરતીલાલાઓમાં રખડતા શ્વાનનો ભય, છેલ્લા 15 દિવસમાં ડોગ બાઈટના 477 કેસ નોંધાયા - ડાયમંડ બુર્સ સુરત

સુરતમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી ગયો છે. અહીં આ મહિનાની અંદર પહેલા જ 15 દિવસમાં ડોગ બાઈટના 477 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હવે લોકો રસ્તા પર આવવાથી ડરી રહ્યા છે.

Stray Dogs terror: સુરતીલાલાઓમાં રખડતા શ્વાનનો ભય, છેલ્લા 15 દિવસમાં ડોગ બાઈટના 477 કેસ નોંધાયા
Stray Dogs terror: સુરતીલાલાઓમાં રખડતા શ્વાનનો ભય, છેલ્લા 15 દિવસમાં ડોગ બાઈટના 477 કેસ નોંધાયા

By

Published : Feb 22, 2023, 6:07 PM IST

સુરતઃએક તરફ રાજ્યમાં રખડતા ઢોરના કારણે લોકો ત્રસ્ત છે. ત્યારે હવે સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. અહીં ખાસ કરીને રખડતા શ્વાના ટાર્ગેટમાં હંમેશાથી નાના બાળકો જ રહ્યા છે. ત્યારે આ મહિનાના 15 દિવસની વાત કરીએ તો, અહીં ડોગ બાઈટના 477 કેસો અત્યાર સુધી નોંધાઈ ગયા છે. શિયાળામાં ડોગ બાઈટના વધેલા કેસોમાં સૌથી વધુ કેટેગરી ત્રણના કેસ વધ્યા છે. તો જાન્યુઆરી મહિનામાં ડોગના 1,205 જેટલા કેસ નોંધાયા હતા, જેમાંથી 247 બાળકોના ડોગ બાઈટ કેસ હતા.

આ પણ વાંચોSurat News : શ્વાન કરડવાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ કરાયો શરૂ

વાલીઓમાં ચિંતાઃ હૈદરાબાદમાં આજે રખડતા શ્વાને નાની બાળકી પર જે રીતે હુમલો કર્યો છે. તેના કારણે નાના બાળકોના વાલીઓમાં ભારે ચિંતા છે. અગાઉ આવી જ ઘટના સુરતમાં બની ચૂકી છે. શહેરમાં જાન્યુઆરી માસમાં ડોગ બાઈટના કુલ 1,205 જેટલા કેસ નોંધાયા હતા. આમાંથી 795 પુરૂષ, 163 મહિલા અને 197 બાળકો તેમ જ 50 બાળકી ભોગ બન્યાં હતાં. એટલું જ નહીં, જાન્યુઆરી મહિનમાં ત્રણ કેટેગરી કે, જે ગંભીર કેસો હોય છે તેવા 60 કેસ નોંધાયા હતા. આવા કેસમાં રેબીઝનું ઈમ્યુનો ગ્લોબીન ઈન્જેક્શન આપવાની જરૂર પડતી હોય છે. બીજી તરફ છેલ્લા 15 દિવસમાં ફેબ્રુઆરી મહિનામાં 477 કેસ નોંધાયા હતા, જેમાં કેટેગરી ત્રણના 22 કેસ હતા.

આ પણ વાંચોઃPet Dog Tax: વડોદરામાં પાલતુ શ્વાન પરનો ટેક્સ આખરે કરાયો નાબૂદ

ડોગ અટેકની સુરતમાં હચમચાવી દેનાર ઘટનાઓઃહાલમાં જ (19 ફેબ્રુઆરી)એ ડાયમંડ બુર્સ ખાતે લેબર કોલોનીમાં 2 વર્ષની બાળકી પર 4 શ્વાન તૂટી પડ્યા હતા અને આશરે 40થી વધુ ઈજા બાળકીને થઈ હતી. તેની સર્જરી પણ કરાવવી પડી હતી. હૃદય કંપાવી ઊઠે તેવી આ ઘટના પછી બાળકીના આખા શરીર પર ડોગ બાઈટના નિશાન હતા. બીજી ઘટનામાં થોડાક દિવસ પહેલા પલસાણા તાલુકાના કારેલી ગામે બની હતી, જેમાં રખડતા શ્વાનોએ ખૂલ્લામાં સૂતેલા 4 વર્ષના બાળક પર જીવ લઈને હુમલો કરતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજી ઘટનામાં વરાછા વિસ્તારમાં બની હતી, જેમાં 5 વર્ષની માસુમ બાળકીના ગાલ પર રખડતા શ્વાને બચકું ભરી લીધું હતું. એટલે બાળકીની પ્લાસ્ટિક સર્જરી કરાવી પડી હતી. આ સર્જરીમાં 80,000 નો ખર્ચ પણ આવ્યો હતો અને પરિવારે સંબંધીઓ પાસે ઉછીના લઈને બાળકીની સર્જરી કરાવી હતી.

ABOUT THE AUTHOR

...view details