સુરત:મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા શાળામાં આપેલ ગ્રાન્ડ મુદ્દે હિસાબ માંગતા મામલો બીચક્યો હતો. કારણ કે, આમ આદમી પાર્ટીનો આરોપ છે કે આરટીઆઇનો જવાબ આપવામાં આવતો નથી. જેનો આમ આદમી પાર્ટીના સભ્ય અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. છેવટે સામાન્ય સભાના ચેરમેન અને આમ આદમી પાર્ટીના નગરસેવકો વચ્ચે બોલાચાલી તોફાન ચાલ્યું હતું.
Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્યસભામાં બોલાચાલી - Municipal Primary Education Committee
સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા શાળામાં આપેલ ગ્રાન્ડ મુદ્દે હિસાબ માંગતા મામલો બીચક્યો હતો.
Published : Sep 27, 2023, 3:52 PM IST
છેવટે પોલીસ બોલાવી: આ બાબતે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ સ્વાતિબેન સોસાએ જણાવ્યું કે, "આજે અમારી શિક્ષણ સમિતિ મિટિંગ હતી. તે સમય દરમિયાન અમે બધા બેઠા હતા. ત્યારે પત્રકાર મિત્રો પણ બેઠા હતા. જેમાં આમ આજની પાર્ટીના કોર્પોરેટર આવીને બેસી ગયા જે નિયમો વિરુદ્ધ છે. કોઈ પણ વ્યક્તિ અંદર આવી આ રીતે બેસી શકે નહીં. તે સમય દરમિયાન અમારા ચેરમેન દ્વારા તેઓને જણાવ્યું કે, તમે આ રીતે બેસી શકો નહીં. ત્યારે તેમના દ્વારા ખોટી રીતે ગુંડાગીરી કરવા લાગ્યા અને અમારા એક સભ્યને મારવાની ધમકી પણ આપી. આ રીતે ગુંડાગીરી કરતા અમારે છેવટે પોલીસ બોલાવવી પડી હતી"
ગ્રાન્ટ બાબતે હિસાબ માંગતા બોલાચાલી: આ બાબતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુવટિયા કહ્યું કે, " આજે અહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી. ત્યારે અમે એક સામાન્ય નાગરિક તરીકે આ સભા જોવા માટે આવ્યા હતા. કારણ કે, તેમાં ગ્રાન્ટનું એજન્ડા હતો. શાળામાં ગ્રાન્ડ આપી છે. ત્યારે અમે આ બાબતે હિસાબ માગ્યો હતો.