- માછીવાડમાં 2 જૂથો વચ્ચે પથ્થરમારો
- દારૂ પીધા બાદ પથ્થરમારો
- પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી
સુરતઃ શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી માછીવાડમાં આજે રવિવારે સાંજે અચાનક 2 જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જો કે, આ પથ્થરમારામાં કોઈ જાનહાની થઇ નથી. મળતી માહિતી મુજબ દારૂ પીવા બાબતે 2 જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારો થતાં ઘટના સ્થળે પોલીસ અને QRTની ટીમો અને ઉચ્ચ પોલીસે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ અઠવા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે અને સ્થિતિ કાબૂમાં છે.
આ પણ વાંચોઃ સુરતમાં દુકાન બહાર દારૂ પી રહેલા લોકોને દુકાન ધારકે ટોક્યા, દારૂડિયાઓએ કર્યો પથ્થરમારો
આ પથ્થરમારામાં ટુ-વ્હીલ અને ફોર-વ્હીલ ગાડીઓને નુકસાન