શહેરના ઉધના વિસ્તારમાં દુકાનમાં યુવક જ્યુસ પીવા માટે ઉભો હતો. તે સમય દરમિયાન એક ગઠિયાએ તે યુવકના શર્ટ પર મેલું ફેક્યું હતું. જેને કારણે યુવકને શરીરમાં ખંજવાળ આવતા તેણે શર્ટ ઉતારવા માટે બે લાખ રૂપિયાથી ભરેલી બેગને દુકાનની ખુરશી પર મુકી હતી. જેનો લાભ લઈને ગઠિયાએ યુવકની નજર ચૂકવીને રૂપિયાનું બેગ લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બાદ યુવકને પોતાનું રૂપિયા ભરેલું બેગ જોવા ન મળતા બેગની શોધખોળ કરી હતી.
સુરતમાં 2 લાખ રૂપિયાની બેગની ચોરી કરી ગઠિયો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ - gujaratinews
સુરત: શહેરમાં ઉધના વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શહેરમાં આવેલા ઉધના વિસ્તારમાં યુવક પર મેલું નાખીને બે લાખ રૂપિયા ભરેલી બેગને ગઠિયો લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ગઠિયાની તપાસ હાથ ધરી છે.
![સુરતમાં 2 લાખ રૂપિયાની બેગની ચોરી કરી ગઠિયો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3834130-thumbnail-3x2-suratchori.jpg)
ત્યારબાદ યુવકે દુકાનના CCTV કેમેરામાં તપાસ કરતા દુકાનમાં પહેલેથી જ બેસેલો અજાણ્યો ગઠિયો રૂપિયા ભરેલી બેગને લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ યુવકે ઉધના પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે CCTV ફૂટેજ મેળવીને ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાનો ભોગ બનનાર યુવક પ્લાયવુડના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જે અલગ-અલગ જગ્યા પરથી રૂપિયાનું કલેક્શન કરતો હતો. ત્યારે કલેક્શન કરેલા રૂપિયા ભરેલી બેગની ચોરી થતા યુવક મુંઝવણમાં મુકાઈ ગયો હતો. જોકે પોલીસે આ સમગ્ર ઘટનામાં ચક્રો ગતિમાન કર્યા છે.