ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાંડની સ્ટોક વેલ્યુ 3200 રૂપિયા પ્રતિ કવીન્ટલ નક્કી: 31મીએ શેરડીના ભાવ નક્કી થશે - Stock value of sugar

ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની ચલથાણ ખાતે મળેલી બેઠકમાં ખાંડની ક્વિન્ટલ દીઠ 3200 રૂપિયા સ્ટોક વેલ્યૂ નક્કી કરવામાં આવી હતી. ગત વર્ષ જેટલી જ સ્ટોક વેલ્યૂ નક્કી થતાં ખેડૂતોની આવક ડબલ કરવાની 2022ની સમયાવધિ પૂર્ણ થયાના એક વર્ષ બાદ પણ આવકમાં કોઈ વધારો થાય એવા સંકેતો દેખાતા નથી. આગામી 31મી માર્ચના રોજ જે તે સુગર ફેક્ટરીમાં ખેડૂતો માટે શેરડીના ટન દીઠ ભાવ નક્કી કરવામાં આવશે

ખાંડની સ્ટોક વેલ્યુ 3200 રૂપિયા પ્રતિ કવીન્ટલ નક્કી: 31મીએ શેરડીના ભાવ નક્કી થશે
ખાંડની સ્ટોક વેલ્યુ 3200 રૂપિયા પ્રતિ કવીન્ટલ નક્કી: 31મીએ શેરડીના ભાવ નક્કી થશે

By

Published : Mar 27, 2023, 7:09 PM IST

બારડોલી:ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની બેઠક શનિવારના રોજ ચલથાણ સુગર ફેક્ટરીના સભાખંડમાં મળી હતી. જેમાં રાજ્યની તમામ સહકારી ક્ષેત્રની સુગર ફેક્ટરીઓઆ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વર્ષ 2022-23ની પીલાણ સિઝન માટે શેરડીના ટન દીઠ ભાવ નક્કી કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં ખાંડના પ્રતિ ક્વિન્ટલ (100 કિલો) એટલકે એક એક દાગીનાની સ્ટોક વેલ્યૂ 3200 રૂપિયા આંકવામાં આવી હતી.

આ પણ વાંચો બારડોલીમાં રીંગણ ખરીદતી ગૌસેવા સમિતિ, સારા ભાવે ખરીદી દલાલો અને વેપારીઓની સિન્ડિકેટને બોધ આપ્યો

ખેડૂતોને મળનાર ભાવ:જે ગત વર્ષ જેટલી જ હોય ખેડૂતોને મળનાર ભાવમાં પણ ગત વર્ષ જેટલા જ રહેશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા વર્ષ 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ ગત વર્ષે આ વચન પૂરું થઈ શક્યું ન હતું અને 2012-13 કરતાં પણ ઓછા ભાવ ખેડૂતોને મળ્યા હતા. જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે પણ ખેડૂતોને ગત વર્ષ જેટલા જ ભાવ મળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ખાંડની કિંમતમાં વધારો:બજાર સારું છતાં ઓછી સ્ટોક વેલ્યુ ચાલુ વર્ષે ખાંડ બજાર જોતાં ઉત્પાદન ઓછું હોવાથી ખાંડની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. બજાર પણ સારું રહ્યું છે. 1/4/2022 થી 25/3/2023 સુધીની સરેરાશ જોવામાં આવે તો ખાંડની કિંમત 3470 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહી હોવાનું જાણકારોનું માનવું છે. તેમ છતાં ખાંડ ઉદ્યોગ દ્વારા ઓછી સ્ટોક વેલ્યૂ આંકી ખેડૂતોને ઓછા ભાવ મળે તેવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે. આ સ્ટોક વેલ્યૂથી ખેડૂતોની આવક ડબલ તો નહીં થાય પણ તેમાં ઘટાડો થશે તે ચોક્કસથી કહી શકાય એમ છે.

10 હજારની આસપાસ:આડપેદાશોના ભાવ વધ્યા સ્ટોક વેલ્યૂ નક્કી કરવાની સાથે સાથે ગત વર્ષ કરતાં ચાલુ પીલાણ સિઝનમાં મોલાસિસ અને બગાસના ભાવો પણ સારા રહ્યા છે. ગત વર્ષે મોલાસિસનો ભાવ ટન દીઠ 8 હજારની આસપાસ હતો જે આ વર્ષે 10 હજારની આસપાસ રહ્યો હતો. જ્યારે બગાસનો ભાવ ગત વર્ષે 2 હજાર પ્રતિ ટન હતો તે આ વર્ષે 2700ની આસપાસ રહ્યો હતો. ત્યારે તમામ પરિબળો હકારાત્મક હોવા છતાં ઓછી સ્ટોક વેલ્યૂને કારણે ખેડૂતોમાં થોડા અંશે નિરાશા જરૂર વ્યાપી છે.

આ પણ વાંચો બારડોલીમાં માવાએ કરાવી મહાભારત, જાહેરમાં 2 પક્ષ વચ્ચે થઈ છૂટ્ટા હાથની મારામારી

ભાવ મળે તેવી આશા: ખરાબ હવામાનને કારણે એકરદીઠ ઉત્પાદનમાં ઘટાડોછેલ્લા કેટલાક વર્ષોની વાત કરવામાં આવે તો ખેતીના ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે કુદરતી કહેરને કારણે એકર દીઠ ઉત્પાદન પણ ઓછું રહ્યું છે. સરેરાશ 5 થી 6 ટન શેરડી એકર દીઠ ઓછી થઈ છે. જેને કારણે ખેડૂતને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ ખાતર, દવા, બિયારણ, મજૂરીના ભાવો આસમાને છે. ત્યારે ખેડૂતોને 4000 રૂપિયા પ્રતિ ટનથી વધુ ભાવ મળે તેવી આશા લઈને બેઠા છે. ખેડૂતોને આપવાના શેરડીના ટન દીઠ ભાવ નક્કી કરતા પહેલા ઉત્પાદિત થયેલી ખાંડની સ્ટોક વેલ્યુ નક્કી થતી હોય છે. વર્ષ દરમ્યાન ખાંડ જે ભાવે વેચાય હોય તેના સરેરાશ ભાવના આધારે પ્રતિ કવીન્ટલ સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે સ્ટોક વેલ્યુ જેમ વધુ તેમ ખેડૂતોને મળનાર શેરડીના ટન દીઠ ભાવો પણ વધુ રહેતા હોય છે. ખેડૂતોને કેટલા ભાવ મળે છે તે આગામી 31મી માર્ચના રોજ ખબર પડશે

ABOUT THE AUTHOR

...view details