ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત જિલ્લામાં 3 સ્થાનો પર ભારત માતા અને સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપના કરાઈ

સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત જિલ્લામાં ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી.

Statues of Bharat Mata
સુરત જિલ્લામાં ભારત માતા અને સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપના કરાઇ

By

Published : Sep 17, 2020, 7:52 PM IST

સુરતઃ જિલ્લામાં ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. જિલ્લાના ઉભેળ, બાબેન અને માંગરોળ તાલુકામાં ભારત માતા અને સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપના કરી નરેન્દ્ર મોદીના જન્મ દિવસને યાદગાર બનાવ્યો હતો.

નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે બારડોલીના બાબેન ખાતે કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે ભારત માતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જિલ્લામાં અલગ-અલગ ત્રણ સ્થાનો પર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.

સુરત જિલ્લામાં ભારત માતા અને સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપના કરાઇ

જિલ્લાના સ્વર્ણિમ ગામ બાબેન ખાતે યુવા બોર્ડ દ્વારા ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ભેટ આપવામાં આવી હતી. જેનું બારડોલીના ધારાસભ્ય અને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે પૂજા અર્ચના સાથે મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, તેમના પત્ની અને બાબેન ગામના સરપંચ ફાલ્ગુની પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. બાબેનના તળાવ કિનારે મૂકવામાં આવેલી આ મૂર્તિના લોકો સરળતાથી દર્શન કરી શકશે.

સુરત જિલ્લામાં ભારત માતા અને સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપના કરાઇ

આ ઉપરાંત ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા બાબેન ઉપરાંત કામરેજ તાલુકાના ઉંભેળ ગામે કામરેજ ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા અને માંગરોળ ખાતે કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના હસ્તે ભારત માતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

સુરત જિલ્લામાં ભારત માતા અને સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપના કરાઇ

ABOUT THE AUTHOR

...view details