રાજ્ય સરકારની માલિકીની GSFC કંપનીની સરદાર ડીએપી ખાતરની પ્રતિ ગુણમાં 500થી 600 ગ્રામ ઓછુx ખાતર વેચવામાં આવે છે. આ છેતરપીંડી સામે આવ્યા પછી ખેડૂતોમાં રોષ ભભુકી રહ્યો છે. ખાતરની ઘટ પાછળ કંપની એવુ કારણ અપાયું છે કે, ભેજના કારણે બોરીમાં વજન ઓછું થયું હોઈ શકે. જે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે.
ખાતર કૌંભાડ મામલે સુરતનાં ખેડૂતોમાં આક્રોશ, GSFCનું પૂતળા દહન કર્યું - gsfc
સુરતઃ GSFC દ્વારા વેચવામાં આવતા ખાતરના જથ્થામાં કટકી કરવામાં આવે છે. ખેડુતો સાથે છેતરપીંડી કરી કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. મામૂલી કારણ આપીને કંપની સત્તાધીશોએ હાથ ખંખેરી લીધા છે. જેના કારણે સુરતના ખેડૂતોમાં ભારે આક્રોશ ઉભો થયો છે. આજે ખેડૂતોએ સરકાર સામે સુત્રોચ્ચાર કરી GSFCનું પૂતળું બાળ્યું હતું.
તપાસ થાય ત્યાં સુધી સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સહકારી મંડળીમાં રહેલો જથ્થો વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જથ્થો બદલતા તંત્રને સાત દિવસ થશે. આ દરમિયાન જો ખેતીમાં ખાતર નાંખવામાં નહીં આવે તો પાક નિષ્ફળ જઈ શકે છે. જેથી ખેડૂતોને લાખો રુપિયાનું નુકસાન થવાની સંભાવના છે.
એક બાજુ ખાતર વેચાણમાં આટલો મોટો ભ્રષ્ટાચાર અને ઉપરથી બીજો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આટલી બધી વાર. તંત્રની આ લાપરવાહી સામે સુરતના ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આજરોજ ખેડૂતોએ ભેગા થઈ રાજ્ય સરકારની વિરુધ્ધમાં સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ GSFC કંપનીના પૂતળાનું દહન કરી પોતનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.