સુરત:વડોદરામાં રામનવીનો તહેવારમાં ધામાલ મામલે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ બેઠક શરુ કરી હતી.આ બેઠકમાં સુરત પોલીસ કમિશનર, વડોદરામાં મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની હાજર રહ્યા હતા.સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ બેઠક કરવામાં આવી હતી. આ મામલે ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા પેહલા જ આદેશ આપી દેવામાં આવ્યા છે કે, આજે રાતે 12 વાગ્યે પેહલા તમામ તોફાની તત્વો પોલીસના શંકાજામાં હશે.
પથ્થર મારો કરવામાં આવ્યો:રામનવમીના પવિત્ર અવસરે ગુજરાત ભરમાં રામનવમીની યાત્રા કાઢવામાં આવી છે. વડોદરામાં ખૂબ જ શાંતિથી રામનવમીની ભવ્ય યાત્રા પસાર થતી હતી. ત્યારે જે પ્રકારે આ યાત્રા ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. 15 થી 17 જેટલા પથ્થર મારો કરનાર વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ બેઠક કરવામાં આવી હતી. એક એક પથ્થર મારનાર લોકોને 354 સીસીટીવીના માધ્યમથી ઓળખવાની કામગીરી ચાલુ છે. એક્સ્ટ્રા પોલીસ ફોર્સ વડોદરા ખાતે મોકલી આપવામાં આવી છે. અનુભવી અધિકારીઓને ત્યાં મોકલવામાં આવ્યા છે. હજી પણ આખી રાત સીસીટીવીના માધ્યમથી એક એક પથ્થર મારા લોકોને ઓળખીને તમામ ગુનેગારો ઉપર કડક પગલાં લેવામાં આવશે.રામ નવમીની યાત્રામાં જે લોકો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો છે એ લોકો ભવિષ્યમાં ક્યારે પથ્થર તરફ જોશે નહી એવી કાર્યવાહી કરવામાં આવશે--ગૃહપ્રધાન હર્ષ સંઘવી
આ પણ વાંચો Surat Crime : માત્ર 100 રૂપિયા મામલે એક યુવકને લાકડાના ફટકાથી મોતને ઘાટ ઉતાર્યો