ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જન સંપર્ક અભિયાનની શરૂઆત મત વિસ્તારથી કરી

ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 30 મેં થી તારીખ 30 જૂન સુધી ભારતભરમાં જનસંપર્ક અભિયાનનું આયોજન કરાયું છે.તેમાં રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોતાના વિશેષ જન સંપર્ક અભિયાનની શરૂઆત પોતાના મત વિસ્તારથી કરી છે.

By

Published : Jun 3, 2023, 12:38 PM IST

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિશેષ જન સંપર્ક અભિયાનની શરૂઆત પોતાના મત વિસ્તારથી કરી.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિશેષ જન સંપર્ક અભિયાનની શરૂઆત પોતાના મત વિસ્તારથી કરી.

રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોતાના વિશેષ જન સંપર્ક અભિયાનની શરૂઆત પોતાના મત વિસ્તારથી કરી.

સુરત:ભારતીય જનતા પાર્ટી દ્વારા 30 મેં થી 30 જૂન સુધી ભારતભરમાં જનસંપર્ક અભિયાનનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોતાના વિશેષ જન સંપર્ક અભિયાનની શરૂઆત પોતાના મત વિસ્તારથી કરી છે. તેઓ બમરોલી વિસ્તારમાં આવેલા સોસાયટી ખાતે વડીલોના આશીર્વાદ લીધા હતા. તે સાથે જ તેમણે એક દિવસ ચાર કાર્યક્રમો એક જ વિસ્તારમાં કર્યા છે. જેમાંથી ગુજરાતી, ઉત્તરપ્રદેશ, મરાઠી અને ઉડિયા સમાજના લોકો સાથે બેઠક કરી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યોનો હિસાબ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. જોકે લોકસભાની ચૂંટણીને લઈને પણ આ તૈયારી કરવામાં આવી રહી છે. તેવું કહી શકાય છે.

"મારો આજનો પહેલો કાર્યક્રમ આપની સોસાયટીથી જ ચાલુ કરવામાં આવ્યો છે. આપ સૌએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને સહયોગ કર્યો છે.તમારા વિશ્વાસ થી રાજ્ય અને કેન્દ્ર સરકાર બની છે.આપણે સૌ લોકો જાણીએ છીએ કે 2014 થી આ દેશમાં એક એવા પરિવર્તીની શરૂઆત થઈ છે" --હર્ષ સંઘવી ( ગૃહ પ્રધાન)

કરોડો પરિવારની બચત:હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે ખેડૂતોની વાત કરવામાં આવે તો, તેઓને દર વર્ષે 6 હજાર રૂપિયા તેમના ખાતામાં જમા થઇ રહ્યા છે.એજ રીતે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આયુષ્માન યોજના ની શરૂઆત કરવામાં આવી છે. હજારો લાખો લોકોને નાની-મોટી પાયમાં કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો પડતો નથી.તો આવી બધી યોજનાઓ થકી ગુજરાતમાં દર વર્ષે 15 લાખથી વધારે પરિવારોને આનો લાભ મળ્યો છે. આ તમામ યોજનાઓ ભૂતકાળમાં મળ્યું હોત તો, લાખો કરોડો પરિવારની બચત થઇ હોત.વધુમાં જણાવ્યું કે, આ તમામ યોજનાઓ આઝાદીના 65 66 વર્ષ પછી આપ સૌને મળી છે.

દેશનો ઝંડો હાથમાં:આપણા દેશના વડાપ્રધાન જમ્મુ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી લાઈટ, પાણી, ગેસની બોટલ,અને તમામ યોજનાઓ પહોંચાડી છે. આપણા દેશના વડાપ્રધાન આપણા દેશનો ઝંડો માત્ર દેશમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં જઈ લેહરાવ્યો છે. યુક્રેન અને રસિયાનું યુદ્ધ થાય અને આ યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હોય એવા ગુજરાતીઓને બહાર લાવવા માટે માત્ર તિરંગો હાથમાં લઇ એટલે ત્યાંથી એરપોર્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એ જ રીતે પાકિસ્તાની વિદ્યાર્થીઓ પણ પોતાના ઝંડો નીચે મૂકી આપણા દેશનો ઝંડો હાથમાં લીધો હતો.

  1. Harsh Sanghvi in Ahmedabad : હર્ષ સંઘવી નરોડામાં, રથયાત્રામાં મહિલા પોલીસ માટે 50 મૂવિંગ ટોયલેટ મૂકવાની કરી જાહેરાત
  2. Harsh Sanghvi: ઓરિસ્સાના પરિવાર અને સમાજના લોકોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર

ABOUT THE AUTHOR

...view details