સુરત:આજે મહાશીવરાત્રીના પર્વ પર સુરત સહીત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવામાં આવી રહ્યો છે. સુરતમાં પણ વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. શહેરના ઈચ્છાનાથ મહાદેવ મંદિર જેનું સુરત પોલીસ હેડ ક્વોટર દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. આ ઈચ્છાનાથ મહાદેવ મંદિર જે લોકોની ઈચ્છા પૂર્તિ કરજો મહાદેવનું મંદિર માનવામાં આવે છે. કારણકે, અહીં જાગતો શિવલિંગ છે. રાજ્ય ગૃહપ્રધાન હરહંમેશ સુરતની અંદર તેમની હાજરી હોય, ત્યારે પહેલા આ ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં પોતાનું કાર્ય શરૂ કરતા હોય છે.
આ પણ વાંચો:Mahashivratri 2023: સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, 42 કલાક સુધી મંદિર રહેશે ખુલ્લું
લોકોની મનોકામના પૂર્ણ થાય: આ મંદિર સુરત શહેરનું જાણીતું છે. હરહંમેશ ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન જ્યારે પણ સુરતની અંદર તેમની હાજરી હોય ત્યારે પહેલા આ ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં પોતાનું કાર્ય શરૂ કરતા હોય છે. કારણ કે, આ ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં લોકોની મનોકામના પૂર્ણ થતી હોય છે. દરેકવાર તહેવારના દિવસે તેઓ અહીંથી પસાર થતા હોય છે ત્યારે મંદિરે દર્શન અચૂક કરે છે.