ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યના ગૃહપ્રધાને અભિનંદન પાઠવ્યા સુરત: ગુજરાત પોલીસ, એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યના ગૃહપ્રધાને અભિનંદન પાઠવ્યા હતા. જે પ્રકારે ગુજરાત એટીએસ દ્વારા ગંભીર રીતે કાર્ય કરીને દેશ વિરોધી પ્રવુત્તિ થતા પેહલા જ તેને અટકાવું આ ગુજરાત પોલીસની ખુબજ મોટી સફળતા કહેવાય છે. ત્રણેય વિભાગે દેશ વિરોધી પ્રવુત્તિ કરનાર લોકોને પકડી તેમના કાર્યોને નિષ્ફળ કરી છે.
શું હતી ઘટના?:ગુજરાતી એટીએસ દ્વારા થોડા દિવસો પેહલા પોરબંદરથી ત્રણ કાશ્મીરી યુવાનોની અટકાયત કરી તેમની સાથે રહેલા સમાનની ચકાસણી કરી હતી. તેમની પાસેથી પોલીસને ઓળખ પત્ર ડિજિટલ કોમ્યુનિકેશન ઉપકરણ અને છરી જેવા શિક્ષણ હથિયારો મળી આવ્યા હતા. તે ઉપરાંત આ લોકો પાસેથી ક્લાઉડ સ્ટોરેજમાં એકાઉન્ટ એસએસ કરતા પોલીસને આ વ્યક્તિઓના ISKP ના બેનરો અને ધ્વજ સાથે કેટલાકફોટોસ મળી આવ્યા હતા. તમામ લોકો ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિઝન સાથે સંકળાયેલા હતા અને આ તમામ સભ્યો ક્રિયા પણ હતા પરંતુ તેઓ પોરબંદરથી ભાગે તે પહેલા તેઓની ધરપકડ કરવામાં આવી હતી. તમામ લોકો એકબીજાને સંપર્કમાં પણ હતા. જેથી આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ISIS સાથે જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ:આ પહેલા NIA દ્વારા મધ્યપ્રદેશથી ISIS સાથે જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આ ત્રણ લોકોના નામ બહાર આવ્યા હતા. સૈયદ મુમુર અલી, મોહમ્મદ આદિલ ખાન અને મોહમ્મદ સદીલ આ તમામ લોકોને પકડવા માટે ગુજરાત એટીએસ દ્વારા પોરબંદર અને તેમના આસપાસ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી હતી. જેથી આ ત્રણે લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ATS ની કામગીરી:આ લોકોના પૂછપરછમાં સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતી સુમેરા નામની મહિલાનું નામ બહાર આવતા અને તેઓ પણ ISIS સાથે જોડાયેલા હોય તેવા પ્રુફ મળી આવતા ગુજરાત ATS ની ટીમ સુરત આવી પોહચી હતી અને તેઓ સુરત ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને સુમેરાના ઘરે પોહચી તેમની છ કલાક સુધી પૂછપરછ કર્યા બાદ તેમને સાથે પોરબંદર લઈ ગઈ હતી. જોકે આ તમામ લોકો પોરબંદરથી ભાગવાના ફિરાકમાં હતા. હાલ આ મામલે ગુજરાત એટીએસ વધુ તપાસ કરી રહી છે.
- Gujarat ATS: રથયાત્રા પહેલા ATSનું મોટું ઓપરેશન, ISKP સાથે જોડાયેલા ચાર શખ્સોની પૂછપરછમાં મોટા ખુલાસા
- Gujarat ATS: એટીએસએ સુમેરાની છ કલાક પૂછપરછ કરી અને બિલ્ડિંગના ડીવીઆર પણ લઈ ગયા