ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 285 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં મુખ્ય સુત્રધારની સ્ટેટ જીએસટી દ્વારા ધરપકડ - સુરત લેટેસ્ટ ન્યૂઝ

સુરતમાં 285 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં મુખ્ય સુત્રધારની સ્ટેટ જીએસટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. GST ના અધિકારીઓ દ્વારા વેપારી લલિત મહિપાલ શર્માની ધરપકડ કરવામાં આવી છે.

Surat News
Surat News

By

Published : Sep 4, 2020, 12:17 PM IST

સુરત: શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે, ત્યારે સુરતમાં 285 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં મુખ્ય સુત્રધારની સ્ટેટ જીએસટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી લલિત દ્વારા પોતાના નામે અને પરિવારના સભ્યોના નામે જીએસટી કાયદા અન્વયે નોંધણી નંબર મેળવવામાં આવ્યા હતા અને જુદી જુદી બોગસ પેઢી ઊભી કરી બિલિંગની પ્રવૃત્તિ કરાઈ હતી. પોતાના અને પરિવારના સભ્યોના નામે જુદી જુદી 4 બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ભાડેથી ઓફિસ રાખી પેઢીઓમાં માલી કોઈપણ પ્રકારની લેવડ-દેવડ વગર બોગસ બિલો બનાવવામાં આવતા હતા. બોગસ બિલો અંદરો અંદર પોતાની પેઢીઓને તથા અન્ય પેઢીઓને ઇશ્યુ કરવામાં આવતા હતા. આરોપી લલિત મહિપાલ શર્મા દ્વારા 285 કરોડનું બિલિંગ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં 19.8 કરોડ જેટલી ખોટી ક્રેડિટ મેળવવામાં આવી હતી. મેસર્સ લક્ષ્મી સિલ્ક મિલ્સના નામે 6.71 કરોડ, મેસર્સ સુમન ટેકસ્ટાઈલ્સના નામે 5.94 કરોડ, મેસર્સ ભાવેશ એન્ટરપ્રાઇઝના નામે 4.95 કરોડ, મેસર્સ શ્રી એસ.ટેક્સ નામની બોગસ પેઢી દ્વારા1.48 કરોડની ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી.

આ અગાઉ ધરપકડ કરાયેલા યોગેશ ચલથાણવાળા અને મનિષા દ્વારા સંચાલિત કુલ છ પેઢીઓમાં તેમજ સુરત ખાતે પકડાયેલા બોગસ રિફંડ કૌભાંડમાં સંડોવાયેલા પેઢીઓને બિલો ઇશ્યુ કરાયા હતા. આરોપી લલિત શર્મા દ્વારા 4 બોગસ પેઢીઓમાંથી પેમેન્ટ જુદી જુદી શ્રોફ પેઢીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જે શ્રોફ પેઢીઓ પાસેથી રોકડ રકમ મેળવી હોવાનું બહાર આવ્યું હતું. આ આરોપીને કોર્ટમાં રજૂ કરી સ્ટેટ જીએસટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details