- સરકારની ગાઈડલાઈન પ્રમાણે સુરતમાં પણ ધોરણ 9 અને 11ના ક્લાસ શરૂ
- સંમતિ પત્રક લઇને જ વર્ગ ખંડમાં બેસવાની પરવાનગી
- એક વર્ગખંડમાં 20 જ વિદ્યાર્થીઓ
રાજ્યમાં આજથી ધોરણ 9 અને 11ની શાળાઓ શરૂ
સુરત: ગુજરાત સરકાર દ્વારા જાહેરાત બાદ આજે સોમવારે રાજ્યના તમામ શહેરોમાં ધોરણ 9 અને 11ની શાળાઓ ખુલી ગઈ છે. ત્યારે સુરતમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને સ્કૂલના ગેટ ઉપર ટેમ્પરેચર માપીને, સ્ક્રિનિંગ અને સેનેટાઇઝ કરીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના સંચાલકો દ્વારા સંમતિ પત્રક સાથે જ વર્ગખંડમાં બેસવાની પરવાનગી આપવામાં આવી હતી. એક વર્ગખંડમાં 20 જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ રાખીને બેસાડવામાં આવ્યા
ધોરણ 9 અને 11ની શાળાઓ ખુલી ગઈ છે, ત્યારે કોવિડની ગાઈડલાઈન પ્રમાણે એક વર્ગ ખંડમાં જ્યાં 30 બેંચ હતી ત્યાં હવે એક વર્ગ ખંડમાં 20 જ બેંચ મુકવામાં આવી છે. વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ રાખીને બેસાડવામાં આવ્યા હતા. સુરતના પીપલોદ ખાતે આવેલી સરદાયતન સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, આજથી સરકારી ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ જયારે શાળામાં આવ્યા ત્યારે તેઓના ચેહરા ઉપર એક અલગ જ સ્માઈલ જોવા મળી હતી.
જિલ્લામાં ધોરણ-9 અને 11ની 700 ખાનગી શાળાઓ
જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, શહેર સહિત જિલ્લામાં ધોરણ-9 અને 11ની 700 ખાનગી શાળાઓ આવી છે, ત્યારે આજે સોમવારે 196 ગ્રાન્ટેડ અને 23 સરકારી એમ 919 શાળાઓ ખુલી ગઈ છે. આજે ધોરણ-9ના 87 હજાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમજ ધોરણ-11ના 70 હજાર વિદ્યાર્થીઓ છે. 11 મહિના બાદ ધોરણ-9 અને 11ના વર્ગો શરૂ થયા. તેમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લગભગ 1.41 લાખ વિદ્યાર્થીઓએ શાળાએ પહોંચીને એક અનેરો ઉત્સાહ બતાવ્યો હતો.