સુરત: શહેર સહિત રાજ્યભરની શાળાઓમાં નવા પડકારો નવા પ્રશ્નો સાથે આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત (Start of new academic session) કરવામાં આવી છે. વહેલી સવારથી જ શાળાના પરિસરો નાના બાળકોના કલરવથી ગુંજી( Primary education in Gujarat )ઊઠી છે. જોકે કોરોના બે વર્ષ બાદ ધોરણ 1 થી 12 ની તમામ વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. નિયમિત શાળા શરૂ થવાની સાથે જ બે વર્ષની તુલનાએ પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓ સંખ્યામાં સંતોષકારક વધારો થયો છે. ગત વર્ષે પ્રાથમિકના વર્ગો અને શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર બેથી ત્રણ કલાક માટે શાળા બોલવામાં આવ્યા હતા. આ વર્ષે નવા શૈક્ષણિક સત્રમાં પાંચ કલાક નિયમિત વર્ગો ચાલશે. બે વર્ષની સરખામણીએ વધેલી વિદ્યાર્થીની સંખ્યા અને નિયમિત શાળા શરૂ થવાની સાથે શિક્ષકો આચાર્યમાં પણ ઉત્સાહનો માહોલ છે.
આ પણ વાંચોઃભગવાન જગન્નાથજીની જળયાત્રાના એક દિવસ પહેલાં મેઘરાજાએ આ રીતે કર્યો જળાભિષેક
ઓફલાઈન અભ્યાસથી વિદ્યાર્થીઓમાં ખુશી -રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની 3000 શાળાઓમાં 15 લાખથી વધારે વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસ કરશે. કોરોના મહામારીને કારણે ગત વર્ષે નવા શૈક્ષણિક સત્રની આરંભે જ અને પ્રશ્નો જોવા મળ્યા હતા. ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં નવા સત્ર વર્ગમાં વિદ્યાર્થીઓમાં હાજરીનો આદેશ કરાયો હતો. આ સિવાય પ્રાથમિક વર્ગના અને નીચલા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ આપવામાં આવતો હતો. પરંતુ હવે ઓફલાઈન અભ્યાસથી વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશખુશાલ જોવા મળી છે.