- સાતમા પગાર પંચની લઈને વિરોધ
- 45000 જેટલા કામદારોએ 20 જેટલા પ્રશ્નો લઈને વિરોધ પ્રદર્શન કર્યું
- માંગણીઓ પુરી નહી કરે તો આગામી એસટીબસોના પેંડા થંભી જશે
ન્યુઝ ડેસ્કઃ રાજ્યમાં ફરી એકવાર આજે એસટીબસના કર્મચારીઓએ સાતમા પગાર પંચની લઈને તથા અન્ય 20 જેટલા પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. સુરતમાં પણ એસટીબસના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર વિરૂઘ્ધ સૂત્રોરચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે એમની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાતના એસટીબસોના પેંડા થંભી જશે. એવી ચીમકી પણ આપવામાં આવી હતી
એસટીબસના 45000 જેટલા કામદારોએ 20 જેટલા પ્રશ્નો લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.રાજ્યના એસટીબસના કર્મીઓને સાતમાં પગારપંચનો હજુ લાભ આપવામાં આવ્યો નથી તેમજ અન્ય ભથાઓ પણ આપવામાં આવ્યું નથી.ST ના કામદારોને ફક્ત 12% જ મોંઘવારી આપવામાં આવી રહી છે
માગણીઓ સ્વીકારમાં નહીં આવે તો મધ્યરાત્રીથી છક્કા જામ
ST-બસ પ્રદેશ ઉપાધ્યક્ષ જણાવ્યુ કે, સચિવાલય તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓને 28% મોંઘવારી જાહેર કરી છે. તો અમારા STના કર્મચારીઓને પણ 28% મોંઘવારી આપવામાં આવે. સચિવાલયના ડ્રાઇવર કન્ડકટરોને 1900 ગ્રેડ પે છે. જ્યારે ST ડ્રાઇવર કન્ડકટરોને ફક્ત 1400 ગ્રેડ પે છે. તો ST ડ્રાઇવર કન્ડકટરોને પણ 1900 ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગણી છે. અમારા વર્ગ-૪ના કર્મચારીઓને ઘણા વર્ષોથી બોનસ પણ આપવામાં આવ્યું નથી.સચિવાલયના ફિકક્ષ કામદારોને બોનસ 19.950 પગાર આપવામાં આવે છે. ST ના કામદારોને 16000 જેટલા પગારમાં મામા આવી જાય છે એટલે કે 4000 જેટલો પગાર ઘણા વર્ષોથી ઓછો આપવામાં આવી રહ્યો છે. અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો ૭મી ઓકટોબરથી મધ્યરાત્રીથી અમે છક્કા જામ કરશું. STના 45000 કર્મચારીઓએ 8 તારીખનો રાજાનો રિપોર્ટ ભર્યું વહીવટને આપી દીધો છે.
સુરતમાં એસટી કર્મીઓનો સરકાર સામે વિરોધ, એસટીબસના કર્મચારીઓની માંગણી
1. નિગમ દ્વારા સરકારમાં કરેલી બધી દરખાસ્તો અંગે સકારાત્મક નિર્ણય લે.
2. સેટલમેન્ટ કરાર મુજબ જુલાઈ 2019ની 5% અને જુલાઈ 2019ની 11% વધેલી મોંઘવારી કુલ મળી સો ટકા મોંઘવારી ભથ્થાની અસર સહી તેમજ એરીયર્સની રકમ સપ્ટેમ્બર ઇન ઓક્ટોબર 2021 માસના પગારમાં ચુકવણી કરવામાં આવે.
3. સેટલમેન્ટ કરાર મુજબ વર્ગ-૪ના કર્મચારીઓને છેલ્લા ત્રણ વર્ષ સુધીનું બોનસ 15 ઓક્ટોબર સુધી ચૂકવી આપવામાં આવે.
4. સાતમા પગાર પંચની અમલવારી ચૂકવવાપાત્ર થતો ઓવરટાઈમ પાછલી અસર સાથે ચૂકવવાનું રહેશે.
5. તારીખ- 6/3/2019ના લેખિત સમાધાન અનુસાર સાતમા પગાર પંચ મુજબ એરીયર્સના છેલ્લા હપ્તાનીઓની રકમની ચૂકવણી કરવામાં આવી હતી. તે મુજબ નિવૃત્ત કર્મચારીઓને 15 ઓક્ટોબર 2021 સુધી ચૂકવી આપવામાં આવે.
6. નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરી મળવાપાત્ર લાભો આપવામાં આવે.
7. નિગમના કંડકટર કક્ષામાં પગારની વિસંગતતા દૂર કરી તાત્કાલિક સાતમા પગાર પંચમાં સંકલન સમિતિ દ્વારા માંગવામાં આવેલ પે સ્કેલનો અમલવારી કરી ચુકવણી કરવામાં આવે.
8. સેટલમેન્ટ કરાર મુજબ ચડતા હક રજાનું રોકડમાં નિવૃત્ત અને પ્રવૃત્તિઓ કર્મચારીઓને 15 ઓક્ટોબર 2021 સુધી ચૂકવી આપવામાં આવશે.
9. 5 જુલાઈ 2021 પહેલા ફરજ દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓના આરશ્રીતો દ્વારા નોકરીની માંગણી કરેલ છે. તેમની માગણી મુજબ જરૂર પડે તો તે કક્ષાની બદલીઓ કરીને 15 ઓક્ટોબર 2021 સુધી નોકરી આપવામાં આવે.
10. ડ્રાઇવર કંડકટર અને મેકેનિક કક્ષાના કર્મચારીઓની ભરતી કે બઢતીમાં સીસીસ ની જોગવાઈ તાત્કાલિક રદ કરવામાં આવે.
11. બદલી અંગેનો પરિપત્ર નંબર- 2077 રદ કરવામાં આવે તથા તેના ધોરણો હળવા કરવામાં અંગેનો નિર્ણય 15 ઓક્ટોબર 2021 સુધી લેવામાં આવે.
12. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને સરકારના ધારાધોરણ મુજબ પગાર વધારો સરકાર તરફથી ધરાવો કરવામાં આવેલ છે. તેની એરીયર્સના સહિત ચુકવણી કરવામાં આવે.
13. સેટલમેન્ટ કરાર મુજબ 2007થી 2008 સુધી વાદળી ડાંગરી તેમજ વર્ષ 2009થી આજ દિન સુધીના બ્લોક પ્રિયડનો ખાખી યુનિફોર્મ તથા વાદળી ડાંગરી આપવી. આ યુનિફોર્મ જ્યાં સુધી આપવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ કર્મચારીઓને યુનિફોર્મ બાબતે ડેફોલ્ટ કેસના કરવો.
14. સેટલમેન્ટ કરાર મુજબ DAOT બોનસ એવા તમામ મુદ્દાઓની અમલવારી કે કે પછી ચુકવણી બાબતે સરકાર કે નાના ખાતાની પૂર્વ મંજૂરીઓની આવશ્યકતાઓ રહેતી નથી. તેવી બાબતો કાયદા મુજબની હોય અથવા મુદ્દાઓનો નિગમ લેવલ નિર્ણય લઇ અમલવારી કરાવે.
15. ફિક્સ પગારના કર્મચારીઓના અવસાનના કિસ્સાઓમાં તેમના આશ્રિત વારસદારોને સરકારના ઠરાવ મુજબ- ૪ લાખની સહાય આપવામાં આવે.
16. તારીખ 21-2-2019 થી 22-9-2019ની માસ CL રાજાઓ મંજુર કરીને તેમના કપાત કરેલ પગારના નાણા કોરોના કાળમાં અવસાન પામેલ નિગમના કર્મચારીઓના વારસદારોને ચૂકવવામાં આવે.
17. સેટલમેન્ટ ભાગ-2ની માંગણી મુજબ તાત્કાલિક ચર્ચાઓ કરી 30 નવેમ્બર 2021 સુધી ચર્ચાઓ કરી તેમને એવોર્ડ આપવામાં આવે.
18. સંકલન સમિતિ દ્વારા સાતમા પગાર પંચ અન્વેય પ્રસિદ્ધ કરેલ પત્રિકા તેમજ 14 જુલાઈ 2021ના રોજ પાઠવેલ પરિપત્રમાં દર્શાવેલ અન્ય પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવામાં આવે.
19. નિગમમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે તમામ વિભાગની એકમો ખાતેથી અલગથી આરામ ગૃહ બનાવામાં આવે.
20. પાર્ટ ટાઈમ કર્મચારીઓના કામના કલાકોમાં વધારો કરવો અને કાયમી કરવો.
આ 20 જેટલા પ્રશ્ન એસટીબસના કર્મચારીઓની છે. જો સમય અન્તરે એસટી બસના કર્મચારીઓની માંગણી પુરી નહી કરે તો આદોલનની ચમકી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ નવસારીમાં 20 વર્ષ બાદ સીટી બસ સેવાનો પ્રારંભ, શહેરીજનોમાં ખુશી
આ પણ વાંચોઃ મોદી સરકારે આપી 15 લાખ રૂપિયા જીતવાની તક, બસ કરો આ કામ