ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં એસટી બસો અને ખાનગી બસો વધુ 7 દિવસ માટે બંધ - ગુજરાત માર્ગ અને ટ્રાન્સપોર્ટ વિભાગ

સમગ્ર દેશ સહિત સુરતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને એસટી બસ અને ખાનગી બસોને વધુ 7 દિવસ માટે બંધ રાખવામાં આવી છે.

Surat News
Surat News

By

Published : Aug 14, 2020, 12:54 PM IST

સુરતઃ શહેરમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોના વાઇરસના કેસ સુરતથી આવી રહ્યા છે, ત્યારે 25 જુલાઈથી એસટી નિગમ દ્વારા સુરત શહેર માટે એસટી બસોનું સંચાલન બંધ કર્યું છે. જે છેલ્લે 13 ઓગસ્ટ સુધી બંધ હતું.

એસ.ટી. નિગમે ચર્ચા-વિચારણા કરીને તેને વધુ સાત દિવસ માટે સ્થગિત કર્યું છે. હવે સુરતમાં આવતી અને જતી એસટી બસ સેવાઓ સહિત ખાનગી બસો પણ વધુ સમય માટે બંધ રહેશે. ફક્ત પ્રાઇવેટ ગાડીઓ અને માલ સમાનનું ટ્રાન્સપોર્ટેશન જ શક્ય બનશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસને કારણે રેલવે અને વિમાની સેવાઓ પણ સ્પેશિયલ સેવા સિવાય અન્ય સેવા બંધ છે.

ABOUT THE AUTHOR

...view details