ધોરણ 10 પરિણામ આવ્યા બાદ સુરતના વિદ્યાર્થીઓ ગરબાના તાલે હરખ, રત્ન કલાકારના બાળકોએ બાજી મારી સુરત:આજે ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું છે. 76.45 ટકા સાથે સુરતએ બાજી મારી છે. વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ શાળાના 125 વધુ વિદ્યાર્થીઓ A 1 ગ્રેટ સાથે પાસ થયા છે. 90% ટકાથી પણ વધારે માર્કસ લાવનાર સૌથી વધુ વિદ્યાર્થીઓ રત્નકલાકાર અથવા તો એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરનારના વાલીઓના બાળકો છે. પરિણામ આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
90% થી પણ વધારે માર્ક્સ: ધોરણ 10નું પરીક્ષા પરિણામ જાહેર થતાં જ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી આશાદિપ શાળામાં નવરાત્રીની જેમ માહોલ જોવા મળી રહ્યો છે. શાળાની અંદર ધોરણ 10 ની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ રીઝલ્ટ આવ્યા બાદ ગરબા રમવા લાગ્યા હતા. આશાદીપ શાળાના જ આશરે 125 થી પણ વધુ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે પાસ થયા છે. આ શાળા વરાછા વિસ્તારમાં આવેલી છે. મોટાભાગે રત્ન કલાકારો રહે છે. આ શાળામાં પણ રત્નકલાકારોના બાળકો ભણે છે. મોટાભાગના રત્ન કલાકારોના બાળકોના કારખાનામાં કામ નોકરી કરનાર વાલીઓના બાળકોએ 90% થી પણ વધારે માર્ક્સ મેળવ્યા છે.
"આઇઆઇટીમાં કમ્પ્યુટર સાયન્સ કરવા માંગે છે દરરોજે શાળા જે ભણવામાં આવતા હતા. તે ઘરે જઈને રિવિઝન કરતો હતો. તેણે જણાવ્યું હતું કે, રોજ પેપર સોલ્યુશન કરવું એ ખૂબ જ જરૂરી છે"-- ગજેરા કુશલ (વિદ્યાર્થી)
સુરત જિલ્લાનું પરિણામઃ બે જોડીયા ભાઈઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી. બંનેના પરિણામ પણ એક સરખા આવ્યા છે. બંને ભાઈઓએ 95,05 ટકા પરિણામ આવતા પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી છે. રુદ્ર સભાડીયા અને રીત્વ સભાડીયા બંને જોડીયા ભાઈ છે, જેના માર્ક પણ એક સરખા જ છે. ભક્તિનદન ઇન્ટરનેશન સ્કૂલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ ઢોલ નગારા સાથે ઝૂમી ઉઠ્યા હતા. વિદ્યાર્થીનીઓએ મારી બાજી છે. એ વન ગ્રેડ ના 5 વિદ્યાર્થીઓ આવ્યા છે.
ગ્રેડનું વિશ્લેષણઃસૌથી વધારે પરિણામ ધરાવતા જિલ્લામાં સુરત જિલ્લો પ્રથમ ક્રમે છે.જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લામાં દાહોદ જિલ્લો છે. જ્યારે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા રાજ્યમાં 272 છે. જ્યારે 30થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1084 છે. A2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 44480 છે. જ્યારે B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 86611 છે. B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 127652 છે. જ્યારે C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 139248 છે. જ્યારે D ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 3412 છે. જ્યારે E1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 6 છે.
- Surat News : દરિયા કિનારે નાહવા પડેલા છ યુવાનોને ડૂબતા બચાવ્યા હોમગાર્ડના જવાનોએ
- Surat News : ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને કોંગ્રેસના ભાજપ પર પ્રહાર બાદ વાધેલાએ આપ્યો વળતો જવાબ
- Surat News: સિવિલ હોસ્પિટલમાં ARV ના ઇન્જેક્શન ખૂટ્યા, ડોગ બાઈટની સારવારમાં છે અકસીર