વાપીમાં રોહિત સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના બાળકો શિક્ષણની સાથે રમત ગમતની પ્રવૃત્તિમાં પણ આગળ વધે, સમાજનું દેશનું નામ રોશન કરી શકે તે માટે આ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાપીમાં રોહિત સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ખેલ મહોત્સવનું આયોજન રવિવારે સવારથી સાંજ સુધી આયોજિત આ ખેલ મહોત્સવમાં વૉલીબોલ, કબ્બડી, ખો-ખો, દોડ, રસ્સી ખેંચ જેવી કુલ 18 રમતોની સ્પર્ધા રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં ગુજરાત-સંઘપ્રદેશ સેલવાસ મળી કુલ 19 ગામના 900 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વિવિધ રમતોમાં પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.
આશાધામ શાળાના મેદાનમાં આયોજિત આ ખેલ મહોત્સવમાં અલગ-અલગ કેટેગરીમાં રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોયઝ-ગર્લ્સ, લેડીઝ-જેન્ટ્સ કેટેગરી વાઇઝ સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા ટીમને સર્ટિફિકેટ, શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સમાજના બાળકોમાં ખેલ પ્રતિભા ખીલે, રમત ગમત ક્ષેત્રે આગળ વધી પોતાની કારકિર્દી બનાવી શકે તેવા શુભ ઉદ્દેશ્યથી આ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ટ્રસ્ટના સભ્યો, સમાજના આગેવાનોએ પણ વિજેતા ટીમને સમાજનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.