સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ચાલી રહેલા કન્ટ્રક્શનનું કામ ચાલતું હતું. 26 વર્ષીય રફીક અહેનુંલહક આલમ જેઓ કામ કરી રહ્યા હતા. અચાનક ઉપરથી સળીયો નીચે પડતા તેમના પીઠના પાછળના ભાગે ઘુસી ગયો હતો. આ જોતા જ અન્ય કામદારો દોડતા થઈ ગયા હતા અને તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.
X-ray રિપોર્ટ:આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે સાંજે સાઢા ચાર વાગ્યે હોસ્પિટલના ટ્રોમાં સેંટર ઉપર એક પેશન્ટને લાવવામાં આવ્યો હતો. જે પેસન્ટના પીઠના ભાગે એટલેકે ગાર્ડનના થોડા નીચે ઉપર પીઠના ભાગે સળીયો ઘૂસી ગયો હતો. જેમની અમે સારવાર કરી રહ્યા છીએ.
પેશન્ટ સારવાર હેઠળ:સળિયો ઘુસી જતા કિડનીને પ્રોબ્લેમ હોઈ શકે છે. તેમના સાથે મિત્રો દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા અમે તેમને કહ્યું કે અહીં હોસ્પિટલમાં તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. તેઓનું સહી સલામત ઓપરેશન દેવામાં આવશે પરંતુ તેઓએ કે અમે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા માંગે છે જેથી અમે તેમને રજા આપી દીધી છે. આ મામલે એમએલસી કેસ નોંધવામાં આવ્યું છે એટલે આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.