સુરત રિજનલ વેક્સિન સ્ટોરની ટીમ સાથે ETV Bharatની ખાસ વાતચીત - ETV Bharat
કોવિશિલ્ડના 93,500 ડોઝ સુરત રિજનલ વેક્સિન ડ્રગ્સ સ્ટોરમાં રહેશે અને આ તમામ ડોઝને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ અને સુરત કોર્પોરેશનમાં મોકલવાની જવાબદારી જે ટીમ પર છે તે ટીમ સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે, વેક્સિનના તમામ ડોઝ દક્ષિણ ગુજરાતમાં પહોંચાડવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
સુરત રિજિનલ વેક્સિન સ્ટોરની ટીમ સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત
By
Published : Jan 13, 2021, 11:09 AM IST
|
Updated : Jan 13, 2021, 1:18 PM IST
કોવિશિલ્ડના 93,500 ડોઝ સુરત રિજિનલ વેક્સિન ડ્રગ્સ સ્ટોરમાં
ડોઝ દક્ષિણ ગુજરાતમાં પહોંચાડવા માટેની તમામ તૈયારીઓ કરી લેવાઇ
સ્ટોરમાં આવેલ વેક્સિનનું કરવામાં આવશે મોનીટરીંગ
સુરત રિજિનલ વેક્સિન સ્ટોરની ટીમ સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત
સુરત :કોવિશિલ્ડના 93500 ડોઝ સુરત રિજિનલ વેક્સિન ડ્રગ્સ સ્ટોરમાં રહેશે અને આ તમામ ડોઝને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ અને સુરત કોર્પોરેશનમાં મોકલવાની જવાબદારી જે ટીમ પર છે. તે ટીમ સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે, વેક્સિનના તમામ ડોઝ દક્ષિણ ગુજરાતમાં પહોંચાડવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
અગાઉથી માઈક્રો પ્લાનિંગ
ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 24 કલાક આ સ્ટોરમાં આવેલી વેક્સિનને મોનીટરીંગ કરવામાં આવશે. વેક્સિનના ટેમ્પરેચર અંગે તમામ ટીમના સભ્યોને દરેક કલાકમાં જાણકારી મળતી રહેશે. 24 કલાક કુલિંગ સ્ટોરમાં મૂકવામાં આવેલ વેક્સિન અંગેની જાણકારી મળતી રહેશે. પ્રથમ તબક્કામાં ડોઝ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તે અંગે અગાઉથી માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે.