ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ટ્રાફિક પોલીસે લોકોમાં જાગૃતતા લાવવા ચલાવી ખાસ ઝુંબેશ - surat traffic police

ટ્રાફિક નિયમના ભંગ બદલ જ્યાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવતો હતો તેની જગ્યાએ હવે 21 દિવસ સુધી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા I FOLLOW ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિયમનું પાલન કરનારા વાહનચાલકોને અભિવાદન આપી I Followનો બેચ આપવામાં આવે છે.

સુરત ટ્રાફિક પોલીસે લોકોમાં જાગૃતતા લઇ આવવા ચલાવી ખાસ મુહિમ
સુરત ટ્રાફિક પોલીસે લોકોમાં જાગૃતતા લઇ આવવા ચલાવી ખાસ મુહિમ

By

Published : Jul 7, 2020, 3:22 PM IST

સુરત : શહેરના તમામ પોઇન્ટ કે જ્યાં ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસેથી ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ દંડ વસુલતી હતી. જે આજે ખાસ મુહિમ હેઠળ નિયમનું પાલન કરનારા વાહનચાલકોને બિરદાવતા નજર આવી હતી.

ટ્રાફિક પોલીસે લોકોમાં જાગૃતતા લઇ આવવા ચલાવી ખાસ મુહિમ

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 21 દિવસ સુધી શહેરીજનો પાસેથી દંડ ન વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના કહેરના કારણે લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આ નિર્ણય લેવાયો છે, પરંતુ આ સાથે તમામ ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસના જવાનો આજથી ખાસ મુહિમ હેઠળ ઉભા રહ્યા હતા. કોરોના કહેરથી ધંધા રોજગાર બંધ રહેતા લોકોની આર્થિક સ્થિતિ પર અસર જોવા મળી રહી છે. સુરતમાં પસાર થતા વાહનચાલકો કે જેઓ ટ્રાફિક નિયમનો પાલન કરી રહ્યા છે. તેવા તમામ લોકોને રોકી ટ્રાફિક પોલીસના જવાનો અભિનંદન પાઠવી રહ્યા હતાં. તે સાથે જ તેમને આ ખાસ મુહિમ i followનો બેચ પણ આપતા નજરે ચડ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details