સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્પાર્કર ઇન્ટરનેશનલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. આગામી 16, 17 અને 18 તારીખે આ (Sparker International Exhibition)આયોજન કરવામાં આવશે. દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી રોજના 50થી વધુ ગ્રાહકો સુરતની જવેલેરી ખરીદવા માટે આવે છે. જેને લઈને આ આયોજન કરવામાં આવશે. એક્ઝિબિશનમાં 50 હજારથી લઈને 1 કરોડ સુધીની બ્રાઇડલ જ્વેલરી મળી રહેશે.(Surat Diamond Jewellery Manufacturing Hub)
સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તાઆ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બૌડાવાલાએ જણાવ્યું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહ્યું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઈ રહ્યું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે જ્વેલરી ઉદ્યોગને નવી ઊંચાઇઅને એક નવો આયામ પ્રાપ્ત થશે. (Sparkle Exhibition in Surat)
મેટ્રો શહેરો સુધી લઇ જવાનો પ્રયાસ વધુમાં જણાવ્યું કે, જ્વેલરી મેન્યુફેક્ચરીંગ અને ડિઝાઇનિંગમાં સુરતની કેપેસિટી પણ વધી રહી છે, ત્યારે સ્પાર્કલ એકઝીબીશનને હવે સુરત પૂરતું જ સીમિત રાખવામાં આવશે નહીં. સુરતમાં વર્ષોથી સફળ આયોજન બાદ સ્પાર્કલ એકઝીબીશનને અમદાવાદ, રાજકોટ, મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોર જેવા દેશના મેટ્રો શહેરો સુધી લઇ જવાનો પ્રયાસ ચેમ્બર દ્વારા કરવામાં આવશે. (Surat Jewellery Designing)