સુરતદિવાળીનો તહેવાર નજીક છે ને તહેવારમાં બધા લોકોને પૈસાની તાતી જરૂરિયાત હોય છે. તેવામાં સુરતના મિલમાલિકોને દિવાળી (Diwali Festival 2022) સમયે સમયસર પેમેન્ટ મળી રહે તે માટે પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીએ કડક વલણ અપનાવ્યું છે. એટલે હવે અહીં સમયસર પેમેન્ટ ન કરનારા વેપારીઓએ (textile merchants ) હવે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીએ બનાવેલી કમિટી સમક્ષ આવવું પડશે. એટલું જ નહીં, સમયસર જો વેપારી પેમેન્ટ નહીં કરે તો મિલમાલિકોએ (Surat Textile Mills) વેપારીનો બહિષ્કાર કરવાની પણ તૈયારી બતાવી દીધી છે,
જોબચાર્જમાં વધારો કરવામાં આવે તેવી માગ વેપારીઓ અને મિલમાલિકો (Surat Textile Mills) વચ્ચે વેપાર સરળતાથી ચાલી રહેવા માટે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝે જોબચાર્જનો મુદ્દો આ વખતે નથી છેડ્યો. આ અંગે સાઉથ ગુજરાત પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ (South Gujarat Textile Processors Association) જિતુ વખારિયાએ જણાવ્યું હતું કે, પેમેન્ટના મુદ્દે સમગ્ર ઇન્ડસ્ટ્રીઝનું વલણ કડક બનવાનું છે. જોબ ચાર્જમાં મીટરે 50 પૈસા કે 1 રૂપિયો વધારવામાં આવે તો, વેપારીઓને ( textile merchants) એક મુદ્દો પણ મળી રહે. તેમ જ દર વખતે ફોકસ માત્ર જોબચાર્જમાં વધારો કરવો એવો તો હોઇ શકે નહીં.