સુરતઃદક્ષિણ ગુજરાતની સમૃદ્ધિ પાછળનું સૌથી મોટું કારણ છે દક્ષિણ ગુજરાતમાં કાર્યરત સહકારી મંડળીઓ લોકોના સહકારથી આ મંડળીઓ ચાલતી હોઈ છે. મંડળીઓમાં નહી નફો અને (South Gujarat Cooperative Societies) નહિ નુકશાનના ધોરણે પેટ્રોલ પંપ ચાલતા હોઈ છે. સહકરી મંડળીઓના સભાસદો આ મંડળીઓ અમથીપેટ્રોલ અને ડીઝલ (Surat Cooperative Petrol Pump)ભરાવતા હોઈ છે. પરંતુ છેલ્લા 15 દિવસથી આ સહકારી મંડળીઓ સાથે ભારે અન્યાય થઈ રહ્યો છે.
સહકારી મંડળીઓને નુકશાનમાં
મોટા ભાગની સહકારી મંડળીઓ આઈ ઓ સી પાસે પેટ્રોલ અને ડીઝલની(South Gujarat Cooperative Societies)ખરીદી કરે છે. છેલ્લા 15 દિવસ થી આઈ ઓ સી દ્વારા કંપનીના રીટેલ આઉટલેટ તેમજ સહકારી મંડળીઓના ભાવમાં જમીન આસમાનનો ભાવ ફેર કરી દેવામાં આવ્યો છે. જેને લઈને જે ભાવે કંપનીના રીટેલ આઉટલેટ પેટ્રોલ અને ડીઝલ રિટેલમાં વેચી રહ્યા છે. તેના કરતા મોઘું પેટ્રોલ અને ડીઝલ કંપની (Petrol and diesel)સહકારી મંડળીઓને આપી રહી છે. જેને લઈને સહકારી મંડળીઓને ખુબજ નુકશાન જઈ રહ્યું છે.