સુરત :કોરોનાના કારણે કેટલાક પારસી સમાજના લોકો મૃત્યુ થયા હતા. પરંતુ તેમને પરંપરાગત રીતે અંતિમ વિધિ કરવાની જગ્યાએ SOP મુજબ અગ્નિદાહ કરવામાં આવે છે. આ SOPના વિરુદ્ધ સુરત પારસી પંચાયત બોર્ડ સુપ્રીમ કોર્ટમાં અરજી (Surat Parsi Panchayat Board Application in Supreme Court)કરી છે. અરજી મુદ્દે કેન્દ્ર સરકારે જવાબ આપતા જણાવ્યું છે કે કોરોના કાળમાં મૃતદેહને(Death in Surat due to corona) ખુલ્લામાં મૂકવો જોખમી છે. જેથી અંતિમવિધિની SOPમાં ફેરફાર નહીં.
પારસી સમાજ આ SOP થી નરાજ
જ્યારથી કોરોના સંક્રમણની શરૂઆત થઈ ત્યારથી સુરતમાં પારસી સમાજ(Surat Parsi Panchayat Board) સદીઓ જૂની પરંપરાથી ચાલનાર અંતિમવિધિ છોડવા પર મજબૂર છે. પારસી સમાજમાં જે લોકો કોરોના સંક્રમિત થી મૃત્યુ પામે છે તે મૃતદેહને પક્ષીને હવાલે કરવાને બદલે અગ્નિદાહ અપાય રહ્યો છે. પારસી સમાજ આ SOP થી નરાજ છે.આજ કારણ છે કે સુરત પારસી પંચાયત બોર્ડ દ્વારા અગાઉ હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં(Supreme Court)અરજી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટમાં અરજી મુદ્દે સુનવણી ચાલી રહી છે. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની બેન ક્યાં કે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી પારસીઓ માટે અંતિમ વિધિની SOP બદલવાની ના(No change in funeral SOP ) પાડી દેવાઇ છે.
કેન્દ્ર સરકારે શું કહ્યું
સુરત પારસી પંચાયતની અરજી મુદ્દે કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં જવાબ આપતા જણાવ્યું હતું કે પારસીઓ માટે અંતિમ વિધિની SOPમાં ફેરફાર કરી શકાય એમ નથી. કોરોના કાર્ડમાં મૃત્યુને ખુલ્લામાં મૂકવો જોખમી હોય છે. પારસી સમાજ દ્વારા કરાતી અંતિમવિધિમાં ખુલ્લો હોય છે. જેમાં સક્રિય કોરોનાવાયરસ હોવાની શક્યતાઓ હોય છે. આ ઉપરાંત કોરોના ગ્રસ્ત મૃતદેહના અંતિમ સંસ્કાર અને દફનવિધિ નહીં કરવામાં આવે તો વાતાવરણ તેમજ અન્ય પશુ પક્ષીઓના સંપર્કમાં વાયરસ આવી શકે છે જેના કારણે સંક્રમણ વધવાની શક્યતાઓ છે.
સુપ્રીમ કોર્ટમાં સુરત પારસી પંચાયત બોર્ડે શું કહ્યું
બોર્ડ તરફથી સિનિયર એડવોકેટ ફલી એસ. નરીમાએ કોર્ટ ને જણાવ્યું હતું કે કોવિડની માર્ગદર્શિકાઓ માં મૃતદેહને દફનવિધિ કે તેના અંતિમ સંસ્કારનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ પારસી કોમ દોખમેનાશિની અંતિમ ક્રિયા એવી કોઈ જોગવાઈ નથી. દોખમેનાશિની એક એવી અંતિમવિધિ છે જેમાં મૃતકના મૃતદેહને ઊંચાઈ અને કુવાની પર રાખવામાં આવે છે અને ગીત આ મૃતદેહનુ ભક્ષણ કરે છે અને આ મૃત્યુ દેહનો કુદરતી પરિબળો દ્વારા નિકાલ પણ થઈ જતો હોય છે. સમાજના લોકો પારસી પરંપરા પ્રમાણે અંતિમ વિધિ કરે છે. બંધારણની કલમ 21 માં ફક્ત જીવતા લોકોને નહીં પરંતુ મૃત્યુ પછી પણ અધિકાર અપાયા છે.