- વરાછામાં અફીણ કેસમાં આધેડ ઝડપાયો
- વરાછામાં યુવાનને આપ્યું હતું અફીણ
- રાજસ્થાનના આધેડની એસઓજીએ ધરપકડ કરી
સુરતઃપુણા પોલીસે ગત 20 સપ્ટેમ્બરના રોજ સહારા દરવાજા ન્યુ બોમ્બે માર્કેટ સર્કલ પાસેથી મોપેડ ઉપર જતા ધીરજકુમાર દયાશંકર ઓઝાને રૂ.94 હજારની મત્તાના 94 ગ્રામ અફીણ સાથે સુરતમાં આવતા ઝડપી લેવામાં આવ્ધોયો હતો. તેની પૂછપરછમાં અફીણનો જથ્થો તેને રાજસ્થાનના બાડમેરના બાલોતરા ખાતે રહેતા દાઉલાલ મિશ્રિમલ ઘાંચીએ આપ્યાની કબૂલાત કરી હતી. આ બાતમીને લઇને પુણા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
- એસઓજીની ટીમે બાલોતરા જઈ તેને ઝડપી પાડ્યો
પોલીસથી બચવા નાસતો ફરતો દાઉલાલ પોતાના ઘરમાં હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે બાલોતરા જઈ તેને ઝડપી પાડી સુરત લાવી પુણા પોલીસને હવાલે કર્યો છે.