સુરત:સોશિયલ મીડિયા માધ્યમથી ફેમસ થયેલી કીર્તિ પટેલ હાલ પણ ચર્ચામાં આવે છે. હવે સોશિયલ મીડિયાના કારણે નહી પરંતુ કોઇને કોઇ ક્રાઇમને કારણે ચર્ચામાં આવે છે. જોકે હકીકત શું એ પોલીસ તપાસ કરે અને તેમાં જે સામે આવે તે કહી શકાય. કીર્તિ પટેલના ફ્લેવર્સ હવે બદલાયા છે. તે હવે ક્રાઇમ કરીને કે પછી કોઇને કોઇ મુદ્દાથી ચર્ચામાં રહે છે. પરંતુ હાલ તો કિર્તી પટેલ ફરી ચર્ચામાં આવી છે.
કામરેજ પોલીસે ગુનો નોંધ્યો:જિલ્લાના કામરેજ ટોલનાકા ખાતે પશુ ભરેલ આઇસર ટેમ્પો ઊભા રાખી જાહેરમાં બખેડો ઊભો કરનાર કીર્તિ પટેલ સહિતના ઈસમો વિરુદ્ધ કામરેજ પોલીસે ગુનો નોંધ્યો હતો. આગળની તજવીજ હાથ ધરી હતી. સુરત જિલ્લાના કામરેજ ટોલ નાકા ખાતે ગત તારીખ 19 ની મોડી રાત્રે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ સહિત અન્ય લોકોએ ગાયો ભરેલ આઇસર ગાડી રોકી હતી. બખેડો કર્યો હતો. ગાયને કતલખાને લઇ જવામાં આવે છે તેમ કહી આઇસર ટેમ્પા ચાલકોને માર મારી જાહેરમાં ગંદી ગાળો બોલી ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં મારામારીના દ્રશ્યો પણ કેદ થયા હતા.
આ પણ વાંચો Surat News : ગ્રેડ પે મુદ્દે કોર્ટમાં જવાના નામે 400 શિક્ષકો પાસે ઉઘરાણાના મામલે તપાસનો આદેશ
ટોળે ટોળા એકઠા:જાહેરમાં બખેડો ઉભો કરતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. કીર્તિ પટેલ તેમજ અન્ય ઈસમોએ ગાયો ભરેલ આઇસર ટેમ્પો રોકી જાહેરમાં બખેડો ઊભો કર્યો હતો. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ એ સીન સપાટા મારવાનું શરૂ કર્યું હતું. પોતાની સ્ટાઈલ માં બબાલ કરતા કામરેજ ટોલ નાકા પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. લોકો મોબાઈલ ના કેમેરા ચાલુ કરી વિડિયો ઉતારવા લાગ્યા હતા.
આ પણ વાંચો સુરતના મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘની નારાજગી શા માટે છે જુઓ
કાયદેસરની કાર્યવાહી: ઘટનાને પગલે કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ગાયો કતલખાને જાય છે કે નહિ દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે ગાય કતલખાને ન જતી હોવાનું જાણવા મળતા પોલીસે બીજા દિવસે ગાયો ભરેલ ગાડી ને રવાના કરી હતી. આ સમગ્ર મામલે કામરેજ પોલીસ મથકના પીઆઇ R.B ભટોળ એ જણાવ્યું હતું કે જાહેરમાં બખેડો ઊભો કરી આઇસર ટેમ્પા ચાલકોને માર મારી જાહેરમાં ગાળો બોલી ભયનો માહોલ ઊભા કરવા બદલ ટિકટોક વાળી કીર્તિ પટેલ,શૈલેષ મેર,દિનેશ દેસાઈ,મેહુલ આહીર,વિરમ ભરવાડ સહિત અન્ય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.